Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ટોલનાકા નજીક ઊભેલી ટ્રક પાછળ રીક્ષા ઘુસી જતા રિક્ષા ચાલકનું મોત નીપજયું…

Share

વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા કરજણ ટોલનાકા નજીક એક ટ્રક નંબર જીજે – ૩૨ – ટી – ૮૯૪૫ પાછળ એક રીક્ષા ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમાં રીક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સુત્રિય માહિતી અનુસાર ગત રાત્રીના અગિયાર વાગ્યાની આસપાસ રીક્ષા નંબર જીજે – ૦૬- એ ડબલ્યુ – ૯૨૩૬ જે રિક્ષાચાલકના નામ ઠામની ખબર નથી તેણે પોતાની રિક્ષા પુરઝડપે ગફલતભરી રીતે હંકારી લાવી આગળ ઉભેલી ટ્રક પાછળ બસ ઘુસાડી દેતા અકસ્માત સર્જાયો હતો.

સર્જાયેલા અકસ્માતમાં રિક્ષા ચાલકનું ગંભીર ઇજાઓના પગલે ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. અકસ્માતમાં રીક્ષા ચાલક રિક્ષામાં જ ફસાઇ રીક્ષા ચાલકનો મૃતદેહ ક્રેનની મદદ વડે રીક્ષાને અલગ કરી બહાર કઢાયો હતો. અકસ્માત સંદર્ભે કમલેશભાઈ સરમનભાઈ ચુડાસમા રહે. ગોરખમઢી તા. સુત્રાપાડા જિ.ગીર સોમનાથ નાઓએ કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

કોરોનાના માહોલમાં જ્યારે કિન્નર સમાજના મોભીએ મૂસ્લિમ યુવતીને કહ્યૂ “અલ્લાને દુઆ કરજે કોરોના જતો રહે”

ProudOfGujarat

ભરુચ જીલ્લાના વાગરા તાલુકાનાં રહીયાદ ગામ નજીક કંપનીમાંથી પાઇપની ચોરી કરીને જતાં પાંચ લોકોને દહેજ પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન ઝડપી લીધા હતા.

ProudOfGujarat

આમોદમાં ભારે વરસાદ બાદ પૂરસા માર્ગ બન્યો જળમગ્ન, માર્ગ પર પાણી ફરી વળતા લોકો અટવાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!