આજરોજ ભરૂચ જિલ્લાનાં જંબુસર પંથકમાં વહેલી સવારથી DGVCL નાં દરોડા પડયા હતા, જંબુસર તાલુકા અને શહેરમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડવામાં આવતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
સુરત, વલસાડ, તેમજ ભરૂચ વિજિલન્સની DGVCL ની અલગ અલગ 35 જેટલી ટીમોએ પોલીસને સાથે રાખી વીજ ચેકીંગ હાથ ધર્યું હતું, વહેલી સવારથી ચાલતા વીજ કંપનીનાં દરોડામાં કેટલા મીટરોમાં ગેરરીતિ ઝડપાઇ છે કે કેમ તે અંગે હજુ સુધી સત્તાવાર કોઈ વિગત સાંપડી નથી. જોકે અચાનક પડેલા વીજ કંપનીનાં દરોડાઓમાં ગેરરીતિવાળા મીટરોમાં મોટો દંડ ફટકારવામાં આવી શકે છે તેમ આ દરોડાઓ બાદથી ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની હતી..!!
Advertisement