Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વહેલી સવારનાં સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું, શીત લહેર વચ્ચે ખુશનુમા માહોલ જામ્યો..!

Share

ભરૂચ શહેર અને જિલ્લામાં આજરોજ વહેલી સવારનાં સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મ્સનાં કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. દિવસ ચઢતો ગયો તેમતેમ ધુમ્મ્સની અસર ઓછી થવા લાગી હતી.

ભરૂચ જિલ્લામાં ત્રણ દિવસથી કમોસમી વરસાદનાં પગલે શહેરભરમાં ઠડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ આજરોજ ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે. સવારનાં સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

ભરૂચમાં ગાઢ ધુમ્મસનાં કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબ્લિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.

Advertisement

તાજેતરમાં જ કમોસમી વરસાદનાં કારણે જિલ્લાભરનાં ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે ત્યાં વધુ પડતા ધુમ્મસનાં કારણે કપાસ સહિતનાં પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો સેવી રહ્યા છે. માવઠાના માર બાદ ધુમ્મસનાં કારણે ખેતીના પાકને નુકશાન થવાની શક્યતા છે.


Share

Related posts

વડોદરા : સયાજી હોસ્પિટલના પ્રસૂતિ વિભાગ અને બાળ સારવાર વિભાગનાં પ્રયાસથી માતા અને બાળકની કરી જીવન રક્ષા.

ProudOfGujarat

ભરૂચ ના મક્તમપુર ખાતે ની સિદ્ધિ વિનાયક મંદિર પાસે પાર્ક કરેલ વાહનો માંથી ચોરી કરતા હોવાની શંકા એ એક શખ્સ ને સ્થાનિકો એ રંગે હાથ ઝડપી પાડી સી ડિવિઝન પોલીસ ને સોંપ્યો હતો…..

ProudOfGujarat

ભરૂચમાં પતંગ દોરીમાં ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!