ભરૂચ જિલ્લાનાં વડવા, દશાન, વેરવાડા તેમજ કુકરવાડા ગામના ખેડૂતો આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર “ભાડભૂત બેરેજ યોજના” માં નદી કિનારાની બૌડાનાં કાર્યક્ષેત્રમાં આવતી નદી કિનારાની ફળદ્રુપ જમીન સંપાદનની કાર્યવાહી ચાલુ છે જે અંગેનું એક જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે. ભરૂચ-ભાડભૂત નર્મદા કિનારાની બંને તરફ પાળા બનાવવાની યોજનામાં જમીન સંપાદન કાર્યવાહી અંગે અમારી કોઈ સંમતી લેવામાં આવી નથી.
હાલમાં એક્ષપ્રેસ હાઈવે માટે દહેગામની સંપાદિત જમીનની જંત્રી કરતા વધુ વળતર આપવામાં આવ્યું છે. વડવા, દશાન, વેરવાડા તેમજ કુકરવાડાનાં ખેડૂતોની કાસવા ખાતે ચુકવેલ વળતર કરતા ભરૂચ શહેરની નજીક, નદીકિનારે, ફાર્મહાઉસ માટેની કિંમતી જમીન હોય વધુ વળતર માટે માંગ સાથે રજુઆત કરવામાં આવી હતી. જે અંગે ધારાસભ્યએ રજૂઆતને યોગ્ય રીતે પહોંચાડવાની ખાતરી આપી હતી.
Advertisement