ભરૂચ સિવિલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં ભરૂચનાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબો માટે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવા યજ્ઞ સમિતિમાં 250 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગરીબ લોકોને શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળી રહે તે હેતુસર પુષ્પમ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યના ભાગરૂપે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પુષ્પમ ગ્રુપ દ્વારા લોકડાઉનમાં પણ અનેક સેવાઓ કરવામાં આવી હતી જેમાં 170 જેટલી અનાજની કીટ અને ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
Advertisement