ભરૂચનાં વાલિયામાં મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી તેમાં જણાવ્યુ કે કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું સર્વે કરી વળતર ચૂકવાશે તેમજ દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલન અંગે બોલતા તેમણે જણાવ્યુ કે ખેડૂત આંદોલનનાં બહાને વિરોધ પક્ષે રાજકીય રોટલા શેકી રહ્યા છે.
આજરોજ રૂ.387 કરોડનાં ખર્ચે નિર્માણ પામનાર યોજનાઓ થકી આગામી સમયમાં ભરૂચ જિલ્લાની 3.45 લાખ વસ્તીને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે તેમજ ભરૂચ જીલ્લાનાં નર્મદા નદીનાં કિનારે આવેલ અનેક ગામોનાં લોકો પીવાનાં શુદ્ધ પાણીથી વંચિત છે અને દરિયાનું ખારું પાણી અનેક વિસ્તારમાં ફેલાઈ જતાં ભૂગર્ભ જળ ક્ષાર યુકત બન્યા ત્યારે આ યોજનાથી લોકોને મીઠું પાણી મળશે.
Advertisement