અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે નગર પાલિકાએ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ પાસે જલારામ પંપ હાઉસની દીવાલ પર ભીંત ચિત્રો તૈયાર કરાવ્યા હતા અને રાહદારીઓ તેમજ શહેરીજનોમાં ભીંત ચિત્રો થકી સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ હાલ નગરપાલિકાનાં પંપ હાઉસને રંગારંગ કરવામાં આવી રહ્યું છે જે રંગારંગમાં નગરપાલિકા દ્વારા બાળકોએ તૈયાર કરેલ ભીંત ચિત્રો પર પિછોડો ફેરવી દેવામાં આવતા વિપક્ષ આકરા મૂડમાં આવી ગયું છે અને વિપક્ષ નગર સેવક જાહાંગીર પઠાણે અંધેરી નગરીને ગાંડું રાજાનું શાસન ચાલતું હોવાના આક્ષેપ કરી આ સ્વચ્છતા અંગેના જાગૃતિ ફેલાવતા ભીત ચિત્રો હટાવ્યા તે કેટલા યોગ્ય તેવા આક્ષેપ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકા જ જો જાગૃતિ ફેલાવતા વિદ્યાર્થીઓનાં મહેનતનાં આ ચિત્રો હટાવી શું સાબિત કરવા માંગે છે તેવા સવાલો ઊભા થયા છે.
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વિવિધ દીવાલો પર સફાઈ અભિયાન નિમિત્તે સ્વચ્છતા અંગેના જાગૃતિ ફેલાવતા ભીંત ચિત્રો પિછોડો ફેરવાતા વિપક્ષે આક્ષેપ કર્યા.
Advertisement