દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ડીજીવીસીએલ સુરત અને ડીજીવીસીએલ ભરૂચની ટીમને ઝઘડિયા તાલુકાનાં ગામોમાં વીજચોરી ઝડપવા સૂચન કરાયુ હતું. જે અંતર્ગત આજરોજ વહેલી સવારે ઝઘડિયા ટાઉન, મોટા સાંજા, ધારોલી અને માલજીપુરા ગામોમાં સુરત અને ભરૂચની વીજટીમો દ્વારા આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. વીજ ચેકિંગ દરમિયાન બંને ટીમોએ ૩૦ જેટલા વીજ કનેક્શન ચકાસ્યા હતા. ચકાસણી દરમિયાન મોટી વીજચોરી ઝડપાઈ હતી. વીજ ચોરી કરતા ઝડપાયેલા વીજ ગ્રાહકોને કુલ પાંચ લાખ રૂ.થી વધુ નો દંડ ફટકારવામાં આવ્યો હતો. વહેલી સવારે વીજ ચકાસણી ટીમો ગામડાઓમાં પહોંચતા વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાલુકાના ઘણા ગામોએ ડાયરેક્ટ વીજ પોલો પર વાયરના લંગરિયા નાંખીને વીજ ચોરી કરાતી હોવાની ચર્ચા જણાય છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ
Advertisement