Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગાંધીનાં ગુજરાતમાં દારુની રેલમછેલ ! ઝઘડીયા નજીક રૂ. ૪૫ લાખનો વિદેશી દારુ ઝડપાયો.

Share

ગઇકાલે વાલિયાના વટારીયા ખાતેથી રુ.૩.૫૭ લાખનો વિદેશી દારૂ ઝડપાયા બાદ આજે ઝઘડિયા જીઆઇડીસીના પાર્કિંગમાંથી રુ.૪૫.૬૩ લાખ જેટલા રકમના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપાતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.આટલા મોટા જથ્થામાં વિદેશી દારૂ પકડાતા તાલુકામાં બુટલેગરો કેટલી હદે સક્રિય છે તે વાત ખુલ્લી પડી છે.

મળતી વિગતો મુજબ સ્ટેટ વિજિલન્સની ટીમ દ્વારા ગઇકાલે મોડી સાંજે ઝઘડિયા જીઆઇડીસીના સરદારપુરા તરફના વાહન પાર્કિંગ પ્લોટમાંથી બંધ બોડીના કન્ટેનર ટાઇપ બે આઇસર ટેમ્પા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ ટીમ દ્વારા ઝડપાયેલ દારૂ ઝઘડિયા પોલીસ મથકે લાવી તેની ગણતરી કરતા કુલ ૧૫,૪૬૧ નંગ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ ટેમ્પામાં ભરેલી હતી. કુલ રુ.૪૫.૬૨ લાખથી વધુ વિદેશી દારૂ તથા બે આઇસર ટેમ્પા મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ સ્ટેટ મોનીટરીંગ ટીમ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકાના વિસ્તારમાં મોટા પાયે દારૂ-જુગારની ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે કાર્યવાહી કરવા ઉચ્ચ સ્તરેથી સુચના આપવામાં આવેલ હતી.

ગતરોજ વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયા બાદ સ્ટેટ મોનીટરીંગ ટીમને માહિતી મળી હતી કે ભરૂચ જિલ્લાના નયન કિશોરભાઈ કાયસ્થ તથા પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ વડોદરા વાળો તથા સતીશ ચંદુભાઈ વસાવા ઉર્ફે સતલો ગાંડો રહેવાસી નવાગામ કરારવેલ અંકલેશ્વરના ભેગા મળી ભાગીદારીમાં ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂનો જથ્થો બીજા રાજ્યમાંથી લાવી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરીને વેચાણ કરાવે છે, અને હાલમાં ઝઘડિયા જીઆઇડીસીના સરદારપુરા પાર્કિંગમાં બે આઇસર ટેમ્પામાં ત્રણેય ઇસમો ભેગા મળીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખેલ છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બાતમી વાળી જગ્યાએ છાપો મારતા પાર્કિંગમાં આઈસર ટેમ્પો સાઈડમાં પાર્ક કરેલ જણાયા હતા. બંને ટેમ્પાને પાછળથી તાળુ મારેલ હોય તેને તોડી અંદર જોતા ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરેલ હતો. બીજા ટેમ્પામાં તાળુ મારેલ હોય તેને તોડી જોતાં તેમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો ભરેલ હતો. ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બંને આઇસર ટેમ્પા ઝઘડિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા પોલીસ મથકે લાવ્યા બાદ બંને ટેમ્પામાં કુલ મળી ૧૫,૪૬૧ નંગ અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો મળી આવી હતી. વિદેશી દારૂની બોટલનો જથ્થો કુલ રૂપિયા ૨૫,૬૨,૪૮૦ તથા બે આઇસર ટેમ્પા મળી કુલ ૪૫,૬૨,૪૮૦ નો મુદ્દામાલ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. અને ભરૂચ તથા વડોદરા જિલ્લાના મળી કુલ ત્રણ બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં (૧) નયન કિશોરભાઈ કાયસ્થ રહે. દાંડિયા બજાર ભરૂચ (૨) પરેશ ઉર્ફે ચકો શનાભાઈ ચૌહાણ રહે. કારેલીબાગ વડોદરા (૩) સતીશ ચંદુ વસાવા અલ્પેશ સતયો ગાંડો રહે. નવાગામ કરારવેલ તા. અંકલેશ્વર તથા બંને આઈસર ટેમ્પાના ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં મોકલનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરુચ

Advertisement

Share

Related posts

IRCTC કેવડિયા ખાતે બજેટ હોટેલનું નિર્માણ કાર્ય ટૂંક સમયમાં ચાલુ કરશે : પ્રવાસીઓને થશે લાભ.

ProudOfGujarat

ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટરોને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

અમદાવાદ-2 મહિનાની બાળકીનો અપહરણ બાદ છુટકારો-સરદારનગર પોલીસે 2 કલાકમાં જ ગુનો ડિટેક્ટ કર્યો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!