ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ બ્રાન્ચ દ્વારા ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ કરવામાં આવ્યો છે ખિચડી મેડિકલ પ્રથમાં આર્યુવેદિક શાખાનાં કેટલાક ડોકટરોને ટ્રેનીંગ આપી શસ્ત્ર ક્રિયા કરવાની પરવાનગી આપવા અંગેની વિચારણા થઈ રહી છે જેને ખિચડી મેડિકલ પ્રથા કહેવામાં આવે છે. ખિચડી મેડિકલ પ્રથાનો વિરોધ ઈન્ડિયન ડેન્ટલ એસોસિએશન ભરૂચ શાખા દ્વારા કરવામાં આવેલ છે સંસ્થાનાં પ્રમુખ ડૉ.ચિંતન પટેલ અને સેક્રેટરી ડૉ.ધવલ ઠક્કરનાં જણાવ્યા અનુસાર આર્યુવેદિક ડોકટરને શસ્ત્ર ક્રિયા અંગેની પરવાનગી આપવામાં આવશે તો તબીબોનું અવમૂલ્યન થશે તેથી ભરૂચ અને અંકલેશ્વરનાં તમામ ડેન્ટલ ડોક્ટર્સ આવી ખિચડી પ્રથાનાં અભ્યાસક્ર્મ સામે સખત વિરોધ દર્શાવી તા 11/12/2020 નાં રોજ ભરૂચ અને અંકલેશ્વર બ્રાન્ચનાં તમામ ડેન્ટલ ડોકટર્સ સવારનાં 6 કલાકથી સાંજનાં 6 કલાક સુધી તબીબી સેવાથી દૂર રહેશે.
Advertisement