Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વડદલા ગામનાં પાટિયા પાસેથી વાહનમાં વહન થતો વિદેશી દારૂ ઝડપાયો.

Share

ભરૂચ નજીકથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પસાર થઈ રહેલ વાહનમાંથી સી ડિવિઝન પોલીસે મળેલ બાતમીનાં આધારે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. આ બનાવ અંગે વિગતે જોતા પોલીસ મહાનિરીક્ષક હરીકૃષ્ણ પટેલ વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી/જુગારની અસામાજીક પ્રવૃતિ ચલાવતા ઇસમો વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના મળેલ હોય જે અનુસંધાને મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી ઉનડકટ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ને.હા વડદલા ગામનાં પાટીયા પાસેથી એક ટાટા કંપનીનો ફોર વ્હીલ ZIP XI ટેમ્પો જેનો નંબર- GJ – 26-1-6169 માં ભારતીય બનાવટનો પરપ્રાંતિય દારૂ મહારાષ્ટ્ર બનાવટની માસ્ટર બ્લેડ વ્હિસ્કી ૭૫૦ મીલીની બોટલ નંગ -૪૮ કિં.રૂ.૨૪૯૬૦ / – તથા ૩૭૫ મી.લી. બોટલ નંગ -૪૮ કિ.રૂ .૧૨૪૮૦ /- મળી કુલ કિ.રૂ ૩૭૪૪૦/- તથા ટેમ્પા ની કિ.રૂ ૧,૫૦,૦૦૦ /- તથા મોબાઇલ નંગ ૦૧ કિં રૂ ૧૦,૦૦૦ / – મળી કુલ કિં.રૂ ૧.૯૭.૪૪૦ /- ના મુદ્દામાલ સાથે આરોપી ચેતનભાઇ જગનભાઇ મરાઠે ઉં.વ ૨૭ રહે. મરીમાતા ચોક ભાઇલપુરા નંદુરબાર મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડેલ જે બાબતે ભરૂચ ” સી ” ડીવી. ગુનો નોંધવામાં આવેલ છે

Advertisement

Share

Related posts

ભરૂચમાં નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનો લોકાર્પણ સમારોહ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે ૨૧ જૂનના રોજ યોજાશે

ProudOfGujarat

ભરૂચ : ફાટાતળાવથી ચાર રસ્તા સુધી રસ્તાઓ અને ડ્રેનેજ લાઈનો બિસ્માર હાલતમાં : ગ્રાન્ટ મળી છતાં કામગીરી હાથ ધરવામાં ન આવી.

ProudOfGujarat

નડિયાદના ડભાણ રોડ પર આવેલ માસ્ટર ડીજીટલ સોલ્યુશન એજન્સીએ કર્મચારીઓને કરોડોનું ફુલેકું ફેરવ્યાનો આક્ષેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!