Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા પોલીસે યાર્નનાં ત્રીસ બોક્ષ સાથે પીકઅપ ગાડી અને બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

Share

પોલીસ અધિક્ષક સુરત ગ્રામ્યની સૂચના અનુસાર જિલ્લામાં બનેલ શરીર સંબંધી અને મિલ્કત સંબંધી વણ શોધાયેલ ગંભીર ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે માર્ગદર્શન અને નાયબ પોલીસ અધિક્ષક સી. એમ. જાડેજા સુરત ડિવિઝનની સૂચના અનુસાર ઉમરપાડા વિસ્તારમાં ગુનાઓ શોધી કાઢવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચના હોય તેઓ જયારે કેવડી ગામે ડેડીયાપાડા જવાનાં રસ્તા પર અ. હે. કો.રણજીત ભાઈ ભંગિયાભાઈ, નિલેશભાઈ જયસિંગ, સંજયભાઈ શંકરભાઇ, પ્રફુલભાઇ સાકર ભાઈ કેવડી ગામે બજારથી આગળ ડેડીયાપાડા જતા રસ્તા ઉપર આરોપીઓ (1) ઇમરાન હસનભાઈ પઠાણ ઉવ 24. ધંધો મજૂરી રહે. અલીપોર ગામ, ખંભિયાં ફળિયું, તા. ચીખલી, મૂળ રહે. તામલીયા ગામ, તા. છોટણા, જી. બાડમેર (2) તૌસીમભાઈ ઇલ્યાસભાઈ શાહ, રહે. વસરાવી, તા માંગરોળ, સુરત, જેઓ 5/12/20 ના રાત્રીના સમયે મોટા બોરસરા ગામે દરબાર હોટેલ સામે આવેલ શોપિંગની સામે કમ્પાઉન્ડમાં પીકઅપ ટેમ્પો નંબર GJ19 X8043 માં યાર્નનાં બોક્ષ ભરેલા મુકેલા હતા ત્યાંથી આરોપીઓએ યાર્ન ભરેલ પીકઅપની ચોરી કરી વેચાણ કરવા માટે અક્કલકુવા લઈ જતા અને પીકઅપ કેવડીથી ડેડીયાપાડા જતા રોડ ઉપર પીકઅપ ટેમ્પો GJ19 X8034 માં કુલ 30 જેટલાં યાર્ન બોક્ષની કુલ કિંમત રૂ. 90,000/- તથા પીકઅપ ટેમ્પાની અંદાજીત કિંમત 2,00,000/-તથા બ્લેક કલરની લાલ પટ્ટાવાળી પ્રેસનપરો મોટર સાયકલ નં GJ19 AD- 2171 ની જેની કિંમત 30,000/- તથા બે મોબાઈલ ફોનની કિંમત 1500/- તથા રોકડા 1000/- ની ગણી કુલ 3,52,500/- નો મુદ્દામાલ સાથે પકડાયા હોય જેઓનું કોરોના વાયરસ સંક્ર્મણની તાલુકા હેલ્થ સેન્ટર ઉમરપાડા ખાતે તપાસ નેગેટિવ આવતા તેઓને કોસંબા પોલીસ સ્ટેશન A પાર્ટ ગુ. ર. નં.11214021201688/2020. ઈ. પી. કો. કલમ 379 મુજબ કામના આરોપી ઓને crpc કલમ 41(1)આઈ મુજબ 11:05 વાગ્યે કાગળો તથા આરોપીઓ સાથે સંભાળી લઈ આ સંબંધે કોસંબા પોલીસ સ્ટેશને જાણ કરી સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા વિનતી કરી હતી.

વિનોદ મૈસુરીયા, વાંકલ, સુરત.

Advertisement

Share

Related posts

રેસ્ટોરામાં જમવાનું ટૂંક સમયમાં સસ્તું થશે, સર્વિસ ચાર્જ પર પ્રતિબંધ લાગી શકે છે.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની સીમમાં તુવેરના ઉભા પાકને અસામાજિક તત્વોએ કાપી નાખતા ખેડૂતને નુકસાન થવા પામ્યું છે.

ProudOfGujarat

વડોદરામાં તા. 5 અને 6 એ અતિભારે વરસાદની હવામાન ખાતાની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!