માંગરોળ તાલુકાના વાંકલ ગામ ના મંદિર ફળિયા માં સવારે જૂનું પુરાણું તોતિંગ વ્રુક્ષ અને વીજપોલ ધરાશય થતા મકાન અને આંગણામાં મૂકેલી રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો. વાંકલ ગામ ના મંદિર ફળિયામાં રહેતા સુમનલાલ મહેતા ના ઘર પર વૃક્ષ પડતા ઘરને નુકસાન થયું હતું તેમજ આંગણામાં મૂકેલી રીક્ષા ઉપર વૃક્ષનુ થડ પડતા રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો જ્યારે આ ઘરની બાજુમા રહેતી વિધવા મહિલા ઉષાબેન અનિલભાઈ ગોસ્વામી ના ઘર ને પણ વૃક્ષની ડાળીઓ પડતા નુકસાન થયું હતું પરંતુ આ ઘટનામાં સદૃનસીબે જાનહાનિ ટળી હતી આ ઘટનાની જાણ વાંકલ ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ કરવામાં આવતા તેઓ પણ ઘટનાસ્થળે તલાટી ક્રમ મંત્રી સાથે દોડી આવ્યા હતા અને નુકસાની અંગે નો રિપોર્ટ તૈયાર કરી તાલુકા કચેરીને પહોંચાડ્યો હતો આકસ્મિક બનેલી આ ઘટનાથી બંને પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં રીક્ષા ને નુકસાન થતાં પરિવાર ની રોજીરોટી નું સાધન છીનવાઈ ગયું છે હાલના કોરોના મહામારી ના કપરા સમયમાં બંને પરિવારોના માથે મોટી આફત આવી છે ત્યારે મુશ્કેલીમાં મુકાયેલા બંને પરિવારને તાત્કાલિક ધોરણે ચૂંટાયેલા પદાધિકારીઓ સરકારી સહાય અપાવે તે જરૂરી બન્યું છે
વીજ કંપની અને ગ્રામ પંચાયતને જોખમી વૃક્ષ દૂર કરવા વારંવાર રજૂઆત પરિવારે કરી હતી.
નુકસાનીનો ભોગ બનેલા સુમનભાઈ મહેતાએ જણાવ્યું કે મારા આંગણામાં પંચાયતની જગ્યામાં તોતિંગ વૃક્ષ જોખમી હાલતમાં હતું આ વૃક્ષ દૂર કરવા માટે પંચાયતમાં મેં વારંવાર રજૂઆત કરી હતી છતાં વૃક્ષ દૂર કરવામાં આવ્યું ન હતું તેમજ ચાર માસ અગાઉ વીજ કંપની દ્વારા વીજ લાઈન ને નડતરરૂપ વૃક્ષો કાપવાની કામગીરી વીજ કંપની દ્વારા કરવામાં આવી હતી ત્યારે પણ વીજ કંપનીના કર્મચારીઓને જોખમી વૃક્ષ વીજલાઇન પાસેથી દૂર કરવા જણાવ્યું હતું પરંતુ જોખમી વૃક્ષ દૂર ન થતાં આખરે અમે નુકશાનનો ભોગ બન્યા છેજેથી વીજ કંપની પણ એટલી જ જવાબદાર છે અને પોતાની ફરજ સમજી અમને મદદ કરે હાલ અમારી રોજી રોટી છીનવાઈ જતા અમે મુશ્કેલીમાં મુકાયા છે.