કરજણ સ્થિત APMC ખાતે ગતરોજ કરજણ તાલુકાના ખેડૂતોનો કપાસ ન લેવાતા ખેડુતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. જેના પ્રત્યાઘાત રૂપે ખેડૂતોએ APMC પરિસરમાં કપાસની હોળી કરી APMC ના સંચાલકો વિરૂદ્ધ પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. ખેડૂતો આટલેથી ન અટકતા કપાસ ન લેવાના મુદ્દે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા હાલ તો સમગ્ર મુદ્દો કરજણ તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. કરજણ તાલુકાના ખેડૂતોએ ગતરોજ બપોર બાદ કરજણ નગરના નવાબજાર સ્થિત વાંચનાલય ખાતેથી ટ્રેકટરો સાથે રેલી સ્વરૂપે જનસેવા કેન્દ્ર ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જનસેવા કેન્દ્ર સંકુલમાં ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મુક્યું હતું. આવેદનપત્ર પાઠવ્યા બાદ મીડિયા સમક્ષ નિવેદન આપતાં ખેડૂતે જણાવ્યું હતું કે ખેડૂત જયારે આખુ વર્ષ કાળી મહેનત કરી પાક પકવે છે ત્યારે તેનો ભાવ ખેડૂત નહિ સરકાર નક્કી કરે છે. એવા પણ આક્ષેપો કર્યા હતા. હવે જોવાનું એ રહ્યું કે છેલ્લા બે દિવસથી ચર્ચાના ચગડોળે ચડેલા કરજણ ના APMC ખાતે ખેડૂતોના કપાસ બાબતે શું નિર્ણય લેવાય છે એ માટે રાહ જોવી રહી.
કરજણ APMC ખાતે કરજણ તાલુકાના ખેડૂતોનો કપાસ ન લેવાતા ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યા બાદ ખેડૂતોએ કરજણના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Advertisement