ભરૂચ બેઠકના સાંસદ મનસુખ વસાવા અવાર નવાર સ્ફોટ પત્ર લખી તેમના મત વિસ્તારના પ્રશ્નો અને સમસ્યાની રજૂઆત કરતા હોય છે. તાજેતર માં રેતી માફિયાઓ અંગે તેમને અવાર નવારન પત્રો લખતાં છેવટે ખાન અને ખનીજ ખાતું હરકતમાં આવ્યું હતું. હાલ સાંસદ મનસુખ વસાવાએ ભરૂચ જિલ્લાના ખેડૂતોની ખૂબ મોટી અને મહત્વની સમસ્યાને વાચા આપતો પત્ર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખ્યો હતો. આ પત્રમાં જણાવ્યા મુજબ ભરૂચ જિલ્લાના ભરૂચ, વાગરા, જંબુસર અને આમોદ તાલુકામાં ખેડૂતોને ખેતી કરવામાં સિંચાઈની સમસ્યા પડી રહી છે. નર્મદા યોજના અને અન્ય યોજના અનુસંધાને બંધાયેલ તમામ નહેરો તકલાદી બાંધવામાં આવી હોવાના પગલે ખેડૂતોને ખેતર સુધી જળ સ્તોત્રમાંથી પાણી પહોંચી શકતું નથી. તેથી એકબાજુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળતું નથી. તો બીજી બાજુ પાણીનો વેડફાટ થાય છે. તે સાથે કડવી વાસ્તવિકતા એ પણ છે કે ખેડૂતોએ સિંચાઇ માટે પાણી વેચાતું લેવાની પણ ફરજ પડી રહી છે. આ અંગે યોગ્ય કરવા સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી આપીલ કરી છે. હાલ જ્યારે દિલ્હી અને દેશના અન્ય વિસ્તારોમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે અને તારીખ ૦૮-૧૨-૨૦૨૦ ના રોજ ખેડૂત આંદોલન અનુસંધાને ભારત બંધનું એલાન છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રીને લખેલ આ પત્ર એક-બાજુ સ્ફોટક તો બીજી બાજુ રાજકીય ભૂકંપ સર્જનાર સાબિત થઈ શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે બે વર્ષ અગાઉ તારીખ.૨૭-૧૧-૨૦૨૦ ના રોજ સાંસદ મનસુખ વસાવાએ આજ વિષય પર પત્ર લખ્યો હતો. પરંતુ કોઈ અસરકારક કામગીરી કરવામાં ન આવી હતી. અગાઉના પત્રમાં પણ ટેલ વિસ્તારમાં સિંચાઈ અંગેની તકલાદી કામગીરી અંગે સાંસદે સીધો આક્ષેપ કર્યો હતો.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક સ્ફોટક પત્ર મુખ્યમંત્રીને લખ્યો…ભરૂચ જિલ્લાના ચાર તાલુકાના ખેડૂતોને સિંચાઈ અંગે પડતી સમસ્યા અંગે રજૂઆત કરી
Advertisement