– નર્મદા પોલીસે કૌભાંડ સાથે સંકળાયેલા બે ઈસમોને વડોદરા ખાતેથી ઝડપી પાડયા છે તેમની સઘન પૂછતાછ હાથ ધરાઈ રહી છે.
તાજેતરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં બેન્ક ખાતામાં HDFC બેન્કની કલેકશન એજન્સી રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા 5.24 કરોડ જેટલી માતબર રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં બેન્ક એકાઉન્ટમાં જમા ન કરાવી ઉચાપત કરતા કેવડિયા પોલીસ મથકમાં HDFC બેન્ક દ્વારા ફરિયાદ નોંધવાઈ હતી જે અનુસંધાને કેવડિયા પોલીસે સઘન તપાસ શરૂ કરી બે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે ઉપરાંત છેલ્લા બે વર્ષ દરમિયાનનાં ડોક્યુમેન્ટ પણ પોલીસ તપાસી રહી છે.
કેશ કલેક્શન એજન્સી રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડનાં બે કર્મચારીઓ આશિષ જોશી અને જયરાજ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. તપાસ અધિકારી કેવડિયાના DYSP વાણી દુધાતે જણાવ્યું હતું કે આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ રહી છે અને હજુ બીજા કોઈની આમાં સંડોવણી છે કે નહીં તે પણ પોલીસ તપાસ કરી રહી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી