નર્મદા જિલ્લાનાં કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી લોકાર્પણ થયા બાદ અહીંયા હજારોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે ત્યારે પ્રવાસીઓની સુવિધા તેમજ મેનેજમેન્ટ માટે તંત્ર પણ સારા પ્રયાસ કરી પ્રવાસીઓને વધુમાં વધુ સરળ અને સારી સુવિધા આપી શકે તેવા પ્રયાસો કરાઈ રહ્યા છે.
કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હાલમાં જ ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર (સ્પીકર) કોન્ફરન્સ યોજાઈ હતી તે દરમિયાન દેશની તમામ લોકસભા અને રાજ્યસભાના સ્પીકર તેમજ દેશના રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ સહિત મહાનુભાવોની હાજરીમાં ભવ્ય કોન્ફરન્સ કેવડીયા ટેન્ટસિટી 2 ખાતે યોજાઇ હતી તે દરમિયાન ઉમદા કાર્ય કરવા બદલ નર્મદા પોલીસમાં કેવડિયા ખાતે ફરજ બજાવતા પી.એસ.આઇ. કે.કે પાઠકને નર્મદા જિલ્લા પોલીસ વડા દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનિત કરાયા છે
અને તેમના ઉમદા કાર્યને બિરદાવ્યું છે. પી.એસ.આઈ કે.કે પાઠક હંમેશા પ્રામાણિક તેમજ લોકસેવા રૂપે તેમની ફરજ બજાવતા હોય છે. અગાઉ પણ તેમને સેવકાર્યો બદલ સન્માનિત કરાયા છે ત્યારે હાલ જિલ્લા પોલીસ વડા દ્વારા મળેલ સન્માન બદલ તેઓએ ખુશી વ્યક્ત કરવાની સાથે જિલ્લા પોલીસ વડા તેમજ સહયોગી સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે.કે પાઠક સતત સારી કામગીરી કરતા રહે છે વારંવાર સારી કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવે છે અને કે.કે પાઠકે સબ ઇન્સ્પેક્ટરને જણાવ્યું હતું કે બે વર્ષની અંદર 40 મું ઇનામ મળ્યું છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી