વાલિયા તાલુકાનાં વટારીયા સ્થિત ગણેશ સુગરનાં પ્રમુખ સંદીપસિંહ માંગરોલાએ પ્રમુખ પદેથી તાજેતરમાં રાજીનામુ આપ્યું હતું. તેમણે રાજીનામુ આપવા પાછળનાં કારણો જણાવવા પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું.
ભરૂચનાં ભોલાવ સ્થિત સર્કિટ હાઉસ ખાતે વટારીયા સ્થિત ગણેશ સુગરનાં પૂર્વ પ્રમુખ સંદીપ સિંહ માંગરોલાએ પોતે કેમ રાજીનામુ આપ્યું તેના સીધા અને સ્ફોટક કારણો જણાવ્યા હતાં. તેમણે મળેલ સહકાર બદલ સૌનો અને ખાસ કરીને સભાસદોનો આભાર માન્યો હતો. ત્યારબાદ પૂર્વ પ્રમુખ સંદીપ સિંહ માંગરોલાએ પોતે કેમ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું તે અંગે જણાવતા અને સીધા આક્ષેપ કરતા એમ કહ્યું હતું કે કેટલાક સ્થાપિત હિતો એવુ નથી ઇચ્છતા કે સમયસર ચૂંટણી યોજાય આવા સ્થાપિત હિતો એવુ ઈચ્છી રહ્યા છે કે મુદ્દત પૂરી થઈ જાય અને કસ્ટોડિયનની નિમણુક કરવામાં આવે. પરંતુ ચૂંટણી યોજાય તે માટે માર્ગ ખુલ્લો થાય તેથી પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યું હોવાની ચોખવટ વટારીયા ગણેશ સુગરનાં પ્રમુખ સંદીપસિંહ માંગરોલાએ કરી હતી સાથે જાહેરાત પણ કરી હતી કે આવનાર ચૂંટણીમાં તેઓ અને તેમના સાથીદારો ખેડૂત સહકારી પેનલ બનાવી ચૂંટણી જંગમાં ઝંપ લાવી સભાસદોનાં હિતોનું રક્ષણ કરશે એમ પણ પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું.
ભરૂચ : વાલિયા તાલુકાનાં વટારીયા સ્થિત ગણેશ સુગરનાં પ્રમુખ સંદીપસિંહ માંગરોલાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપ્યા બાદ પત્રકાર પરિષદ યોજી.
Advertisement