ભરૂચ આઇ.એમ.એ. પ્રેસિડન્ટ ડૉ. દુષ્યંત વરીયા અને સેક્રેટરી ડૉ. પલક કાપડિયાનાં જણાવ્યા અનુસાર હાલ સરકાર દ્વારા સી.સી.આઇ.એમ. દ્વારા આર્યુવેદ ડોકટર્સને એલોપેથી સર્જરીમાં એમ.એસ ની ડિગ્રી આપવા અંગેનો અભ્યાસક્રમનો એલોપેથી ડોકટર્સ દ્વારા સમગ્ર દેશવ્યાપી વિરોધ કરવામાં આવનાર છે.
આ નવા નિયમ અનુસાર તૈયાર થનારા ખિચડી અભ્યાસ અને ખિચડી ડોકટર્સ દ્વારા દેશની આધુનિક અને વિકસિત શિક્ષા પ્રણાલીને ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. હાલ ભારતનાં તબીબો દેશ-વિદેશમાં ખ્યાતિ ધરાવે છે ત્યારે આવી રીતે આર્યુવેદિક ડોકટર્સને સર્જરી કરવા અંગેની છૂટછાટ આપતા ભારતીય તબીબ વિજ્ઞાનનું અવમૂલ્યન થવાનું સંભાવ છે જેમાં વિરોધમાં આઇ.એમ.એ. ભરૂચ દ્વારા તા 11-12-2020 નાં રોજ તમામ તબીબો એટલે કે એલોપેથી ડોકટર્સ સવારનાં 6 વાગ્યાથી સાંજનાં 6 વાગ્યા સુધી કોવિદ અને નોન ઈમરજન્સી સારવારથી દૂર રહીને નવી પ્રથાનો વિરોધ કરશે તેમજ ઓ.પી.ડી. સેવા તેમજ નોન ઈમરજન્સી સેવાઓ બંધ રાખશે એમ જણાવાયું છે.