Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ : દેશની આર્થિક નીતિનાં ઘડતરમાં ઉપયોગી ડેટા તૈયાર કરવા થઈ રહેલી ગણતરી.

Share

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ જિલ્લાવાસીઓને એક સંદેશમાં હાલ ચાલી રહેલી આર્થિક ગણતરીમાં સહયોગ આપવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે દેશના આર્થિક અને સામાજિક વિકાસની નીતિના ઘડતર માટે અતિ ઉપયોગી એવી માહિતીના એકત્રીકરણ માટે ચાલી રહેલી આ ગણતરીની પ્રક્રિયા અત્યંત મહત્વપૂર્ણ છે.

આ આર્થિક ગણતરી દ્વારા જિલ્લામાં ચાલી રહેલી આર્થિક ગતિવિધીઓની માહિતી મેળવી શકાય છે તેમજ આ માહિતીનો ઉપયોગ ઉદ્યોગ-ધંધાના વિકાસ તથા રોજગારી સર્જન માટેની નીતિના ઘડતર માટે કરવામાં આવે છે, જે આર્થિક ક્ષેત્રના વિકાસ અને ભવિષ્યના લાંબાગાળાના આયોજનમાં અતિમહત્વપૂર્ણ સાબિત થશે. જેથી આ ગણતરી માટે આવતા ગણતરીદાર/સુપરવાઈઝરને કુટુંબ અને વ્યવસાય/વેપાર/ઉદ્યોગ-ધંધા વિશે પૂછવામાં આવતા પ્રશ્નોના સાચા અને ચોક્કસ જવાબો આપવા તેમણે જિલ્લાવાસીઓને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગણતરી અર્થે આવતા આ ગણતરીદારો/સુપરવાઈઝરો સીએસસી ઈ-ગર્વનન્સ ઈન્ડિયા લિમિટેડ દ્વારા નિમણૂંક પામેલ અધિકૃત ગણતરીદારો હોય છે તેમજ એકત્રિત કરાતી માહિતી અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ આર્થિક ગણતરીના પરિણામો તૈયાર કરવા માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે. આ રાષ્ટ્રીય કામગીરીમાં શ્રેષ્ઠ સહકાર આપવા તેમણે અનુરોધ કર્યો હતો.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

ઝઘડિયાના જરોઇ ગામે એક ઇસમને ધારિયાનો હાથો મારતા બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ.

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલ બે કાચા કામના કેદીઓ પૈકી એક કેદી ઝડપાયો જયારે એક કેદી ફરાર.

ProudOfGujarat

ભરૂચના મહેગામ ખાતે હિંડોળાના મહાનૈવેધ – ૪ નું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!