સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં ખેડૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનું 3 કૃષિ કાયદાઓનું બિલ સંસદમાં પસાર કરવામાં આવ્યું. આ કાયદો પરત ખેંચવાની માંગ સાથે હાલ દેશમાં આંદોલન ચાલી રહ્યું છે જેના ટેકા માંગરોળ તાલુકા ખેડૂત સમાજના પ્રમુખ ઈદ્રીશ ભાઈ મલેક, ખેડૂત સમાજના આગેવાનો કેતનભાઇ ભટ્ટ મામલતદાર કચેરી ખાતે કૃષિ કાયદાના વિરોધમાં દેખાવો સૂત્રોચ્ચારો કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વધુમાં જણાવ્યું કે કાયદો પાછો ખેંચવામાં નહિ આવેતો ખેડૂત સમાજ ઉગ્ર આંદોલન કરશે.
વિનોદ મૈસુરીયા, વાંકલ.
Advertisement