Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર લીંબડીનાં અવિરાજસિંહવાળાએ અવનવા પુસ્તકની રચના કરી.

Share

સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકાનાં અવિરાજસિંહવાળા જેઓએ આઇ.આઇ.ટી.ઇ. ગાંધીનગર ખાતે Msc, Med. કરે છે
જેઓએ શિક્ષણ ગીતા – શિક્ષણ ગંગા નામના પુસ્તકની રચના કરી છે જે અત્યાર સુધી આવું પુસ્તક કોઇએ લખ્યું નથી જેમાં એક પુસ્તક અને બે રચના છે જેમાં પહેલી બાજુએ શિક્ષણ ગીતા લખાયેલી છે ત્યારે પાછળથી શિક્ષણ ગંગા લખાયેલ જોવા મળે છે.

સુરેન્દ્રનગર જીલ્લાનાં લીંબડી તાલુકા ખાતે ખોડીયાર નગરમાં રહેતા યુવાન અવિરાજસિહ ઝાલમસિંહવાળા જેઓએ અત્યાર સુધીના પુસ્તકોનાં ઇતિહાસમાં પહેલું એવું પુસ્તક લખ્યું છે કે જે આગળ અને પાછળ બંને બાજુથી વાંચી શકાતું હોય. ત્યારે આ પુસ્તક લખવામાં અંદાજીત એક વર્ષનો સમય લાગેલ અને આ “શિક્ષણ ગીતા – શિક્ષણ ગંગા”. આશરે ૩૦૦ પાનામાં લખવામાં આવલ છે તેમજ આ પુસ્તક હિંદી, ઈંગ્લીશ અને ગુજરાતી એમ ત્રણ ભાષામાં પ્રકાશિત થશે તેમજ પુસ્તકને આગળથી વાંચવાનું પ્રારંભ કરશો તો શિક્ષણ ગીતાની શરૂઆત થશે અને પુસ્તકના મધ્ય ભાગમાંએ પૂર્ણ થશે અને જો તમે આ પુસ્તકને પાછળથી વાંચવાનું પ્રારંભ કરશો તો શિક્ષણગંગાની શરૂઆત થશે અને પુસ્તકના મધ્ય ભાગમાંએ પૂર્ણ થશે. આમ ગીતા અને ગંગાનું પુસ્તકનાં મધ્ય ભાગમાં મિલન સર્જે છે ત્યારે અવિરાજસિંહના જણાવ્યાનુસાર આ પુસ્તક પરમ પુજય ગુરૂદેવશ્રી રામરતનગીરી બાપુના આર્શીવાદથી શરૂ કરેલ અને શ્રી રામરતનગીરી બાપુના પ્રસાદ રૂપી આ પુસ્તક એક વર્ષ બાદ પુર્ણ થયેલ અને રામરતનગીરી બાપુના આર્શીવાદથી આ પુસ્તક લખવામાં સફળતા મળી છે

વધુમાં તેમ પણ જણાવવામાં આવ્યું હતુ શ્રી રામરતન ગીરી બાપુના આર્શીવાદથી આ ડીસેમ્બર માસમાં આ પુસ્તકનું ટેલર પણ આવશે અને આવનાર જાન્યુઆરી ૨૦૨૧ માં આ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.
 
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

ભરૂચ-સિવિલ હોસ્પિટલના ડિજિટલ એક્સરે રૂમમાં ગટરના પાણી ભરાયા.તંત્ર થયું દોડતું…

ProudOfGujarat

નડિયાદ : કઠલાલ કપડવંજ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માતમાં ૨ ના મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!