Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં 3 ડિસેમ્બરનાં રોજ વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવશે.

Share

૩ ડિસેમ્બરનો દિવસ વિશ્વભરમાં વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પંચમહાલ જિલ્લામાં પણ સમાજ સુરક્ષા વિભાગ દ્વારા આવતીકાલે આ નિમિત્તે એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુગલ મીટ દ્વારા સવારે ૧૦.૦૦ થી ૧૧.૦૦ દરમિયાન યોજાનારા આ વેબિનારમાં દિવ્યાંગો માટે કામ કરતી એન.જી.ઓ., શિક્ષકો અને જાગૃત નાગરિકો જોડાશે. આ વેબિનારમાં જીલ્લામાં વસતા તમામ દિવ્યાંગ ભાઈ-બહેનોને સમાજ સુરક્ષા કચેરીની વિવિધ દિવ્યાંગ કલ્યાણલક્ષી યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે તેમજ તેને લગતા પ્રશ્નો-સમસ્યાઓનું પણ સમાધાન કરવામાં આવશે. દિવ્યાંગ દિન નિમિત્તે ગાંધી બહેરા-મૂંગા શાળાના બાળકો એક ઓનલાઈન ચિત્રસ્પર્ધામાં ભાગ લેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘી રાઇટસ ઓફ ૫ર્સન્સ વીથ ડિસેબીલીટીઝ એકટ -૨૦૧૬ના કાયદા હેઠળ હવે ૨૧ પ્રકારની વિકલાંગતા ઘરાવતા લોકોને સમાજ સુરક્ષા કચેરીની વિવિઘ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે. ૨૧ પ્રકારની વિકલાંગતાની કેટેગરીઓ આ મુજબ છે. (૧) અસ્થિવિષયક (૨) સેરેબ્રલ પાલ્સી (૩) એસિડ હુમલાનો ભોગ બનેલ વ્યકિત (૪) વામનતા (૫) સ્નાયુક્ષય (૬) રકતપિત્તમાંથી સાજા થયેલ (૭) બહુવિઘ સ્કલેરોસિસ (૮) હિમોફીલીયા (૯) થેલેસેમીયા (૧૦) સિકલસેલ એનેમિક (૧૧) પાર્કિન્સન (૧૨) ક્રોનિક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર (૧૩) માનસિક અસક્ષમ (૧૪) માનસિક બીમાર (૧૫) અંઘત્વ (૧૬) લો-વિઝન (૧૭) ચોકકસ લર્નિંગ અશકતતા (૧૮) વાણી અને ભાષાની અશકતતા (૧૯) સાંભળવાની અશકતતા (૨૦) ઓટીઝમ (૨૧) મલ્ટી૫લ અસક્ષમતા જેવી વિકલાંગતામાં ૪૦ ટકા કે તેથી ઉ૫રની વિકલાંગતા ઘરાવતા હોય તેવા વ્યકિતઓને સમાજ સુરક્ષા કચેરીની યોજનાઓ જેવી કે મફત મુસાફરી બસ પાસ યોજના, દિવ્યાંગ સાઘન સહાય યોજના, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, સંત સુરદાસ આર્થિક સહાય યોજના (૮૦ ટકા વિકલાંગતા હોય તેમના માટે), દિવ્યાંગ શિષ્યવૃતિ યોજના તથા U D I D કાર્ડ યોજનાની તમામ દિવ્યાંગજનોને આ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે. તે માટે હવે ઘરે બેઠા https://esamajkalyan.gujarat.gov.in/ ઉ૫ર ઓનલાઇન અરજી ૫ણ કરી શકાય છે અને તેમાં કરેલ અરજીનુ સ્ટેટસ ૫ણ જાણી શકાય છે અથવા રૂબરૂ સમાજ સુરક્ષા કચેરીનો સં૫ર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ દ્વારા સરદારને પુષ્પાજંલી અપાઈ

ProudOfGujarat

હમ નહિ સુધરેંગે, કોરોનાનાં નામે જનતાને દંડનારી ભરૂચ પોલીસ નેતાઓ સામે લાચાર બની, અધિકારીઓની હાજરીમાં ગાઇડલાઈનનાં ધજાગરા.

ProudOfGujarat

ભરૂચ : રાજપીપળામાં રસ્તાનું ધોવાણ અટકાવવા, સંરક્ષણ દીવાલ બનાવવા સાંસદ મેદાનમાં…. જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!