Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : વાગરા તાલુકાનાં પણીયાદરા અને પાદરિયા ગામનાં લોકોને પાણીનાં વલખાં… ભર શિયાળાની આ પરિસ્થિતિ તો ઉનાળામાં કેવી હાલત સર્જાશે… ?

Share

ભરૂચ જીલ્લાનાં વાગરા તાલુકાનાં ઝડપી ઔદ્યોગીકરણ સાથે વિવિધ કંપનીઓ કાર્યરત થઈ છે આવી કંપનીઓએ સરકારી ધારા ધોરણ મુજબ અને માનવતાની રૂએ આજુબાજુનાં ગામોને પીવાના પાણી, રસ્તા અને અન્ય સગવડ અને સવલત આપવી જોઈએ પરંતુ વાગરા તાલુકાનાં પણીયાદરા અને પાદરિયા ગામનાં લોકોને શિયાળાનાં સમયમાં પણ પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. પીવાના અને વપરાશનાં પાણી લેવા માટે ગામનાં પાદરે ટેન્કર આવતા લૂંટફાટ જેવો માહોલ થાય છે જેથી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા ગ્રામજનોએ તંત્રને રજુઆત પણ કરી છે.

પણિયારાદરા ગામનાં લોકોએ ગતરોજ તા. 1/12/2020 નાં રોજ પાણીની સમસ્યા અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ આવનારા દિવસોમાં જો પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવા અંગે ચીમકી આપી હતી. પણીયાદરા અને પાદરિયા ગામનાં લોકોએ પાણીની સમસ્યા અંગે આવેદનપત્ર આપતા પહેલા રજૂઆત પણ કરી હતી પરંતુ આસપાસનાં વિસ્તારોમાં આવેલ કંપનીનાં કર્તાહર્તાઓનું પેટનું પાણી હલતું નથી. આવનારા દિવસોમાં વાગરા તાલુકાનાં પણીયાદરા અને પાદરિયા અને અન્ય ગામનાં લોકો પીવાના પાણીની સમસ્યા અંગે ઉગ્ર આંદોલન કરે સંભાવના જણાઈ રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરા એપીએમસી દ્વારા મોદીજીના જન્મદિવસે ૬૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ.

ProudOfGujarat

ઝઘડીયા : બાવાગોર દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૭ માર્ચના રોજ મનાવવામાં આવશે.

ProudOfGujarat

અમદાવાદ : ઉત્તરવહી ગુમ થવાના કેસમાં ગુજરાત યુનિવર્સિટીના પટાવાળાની ધરપકડ, મુખ્ય બે આરોપી હાલ પણ ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!