Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે પોલીસ જવાનો દ્વારા પી.એસ.આ.ઇ વી.આર.થુમ્મરના માર્ગદર્શન હેઠળ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

ઉમલ્લા પોલીસ સ્ટેશનેથી નીકળેલ ફ્લેગ માર્ચ મુખ્ય માર્ગ પર પહોંચી હતી. બાદમાં પોલીસ દ્વારા નાના-મોટા દુકાનદારો, લારી ગલ્લા વાળા તેમજ જનતાને કોરોનાથી બચવા નિયમિત સોસિયલ ડિસ્ટન્સ જાળવીને માસ્ક અને સેનેટરાઇઝરનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જતા આવતા રાહદારીઓનું જરૂરી ચેકિંગ કર્યુ હતુ. માસ્ક વિના ફરી રહેલા કેટલાક ઇસમો પ્રત્યે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ કોરોના મહામારી ચાલે છે ત્યારે લોકોએ કોરોનાથી બચવા જરૂરી નિયમોનું પાલન કરવું જોઇએ એવી સમજ આપવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં આગ, પતિએ પત્નીની હત્યા કરી આગ લગાવ્યાની આશંકા

ProudOfGujarat

વડોદરામાં IPL ની મેચ પર સટ્ટો રમતા સયાજીગંજના બે યુવક ઝડપાયા

ProudOfGujarat

રાજપીપળા શાકમાર્કેટ બંઘ રહેવાની વાતો વહેતી થતા લોકો ચિંતામાં મુકાયા : વાંચો અહેવાલ શું છે હકીકત???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!