Proud of Gujarat
INDIAFeaturedGujarat

અંકલેશ્વર : મોટરસાયકલ ચોરીનાં બે ગુનાઓ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

Share

ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને શોધી કાઢવામાં આવી રહ્યા છે તેવી જ રીતે અંકલેશ્વર નાયબ અધિક્ષક ચિરાગ દેસાઈનાં માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર શહેર પોલીસ પી.આઇ. એફ. કે જોગલની સૂચના મુજબ મોટર સાયકલ ચોરીમાં સંડોવાયેલ બે આરોપીઓને મળેલ બાતમીનાં આધારે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસની ટીમ જયારે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન અંકલેશ્વરનાં મહાવીર ટર્નિંગ પાસે નંબર પ્લેટ વગરની મોટરસાયકલ પર બે ઇસમો સવાર હતા તેમને રોકી તેમની તપાસ કરતાં તેમના નામ 1) વિજયસિંહ ઉર્ફે વીજુ ઉર્ફે સમીર ઉર્ફે જીતુ ઉદયસિંહ ઠાકોર, રહે પ્રતિન ચોકડી મૂળ રહે. પાલનપુર 2) રાજુ રામપ્રિત સહાની રહે. પ્રતિન ચોકડી વિસ્તાર મૂળ રહે. યુ.પી તેમની પાસેથી હીરો હોન્ડા, સી.ડી. ડીલક્ષ મોટરસાયકલ, હીરો કંપનીનું પેશન મોટરસાયકલ મળી કુલ રૂ. 30 હજારની કિંમતની મોટરસાયકલ પોલીસે જપ્ત કરી છે. આ બનાવમાં અંકલેશ્વર પોલીસ સ્ટેશનનાં બે વાહન ચોરીનાં ગુનાઓનો પર્દાફાશ થયેલ છે.

Advertisement

Share

Related posts

વાપી રેલવે ઓવરબ્રિજના ડીમોલેશન બાબતે જરૂરી સૂચનો સાથે કોંગ્રેસે આવેદન પત્ર પાઠવી કરી રજૂઆત.

ProudOfGujarat

ખેડા જિલ્લા કક્ષાની ૮ માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એસ.આર.પી ગ્રાઉન્ડ ખાતે કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : ખેડૂત વિરોધી કાળા કાયદાને દફનાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની હાકલ, આજથી જિલ્લાવાર કાર્યક્રમો યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!