– રાજપીપળા પાલિકામાં બંને પક્ષોએ ભેગા મળી પ્રજા ઉપર તોતિંગ વેરો વધારો ઝીકયો પણ સુવિધા આપવામાં મીંડું.
હંમેશા વિવાદોમાં ઘેરાયેલ ભાજપ શાસિત રાજપીપળા નગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. સ્વભંડોળ નથી ના રોતળા રડી પ્રજાના માથે તગડો વેરો ઝીકી દીધો પણ સુવિધાના નામે મીંડું, ઉપરાંત પાલિકામાં કોંગ્રેસના વિરોધપક્ષનાં નેતા પણ કારોબારીમાં સમાવિષ્ટ છે તો વેરા વધારા પાછો ખેંચવા બાબતે પ્રજાનો નક્કર પક્ષ મુકનાર પાલિકામાં કોઈ જ નહીં.
વેરા વધાર્યા પરંતુ સુવિધાઓ આપવામાં રાજપીપળા પાલિકાના કામો ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ રાજપીપળા કસ્બાવાડમાં પાણીની નવી પાઇપો નાખવા ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યારબાદ કેટલીક જગ્યાએ માટી પુરી તો હજુય કેટલીક જગ્યાએ ખાડા જેમ હતા તેમ રહેતા પ્રજાને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે
આ રસ્તા ઉપરથી વાહન લઈને પસાર થવું તો દૂર પણ ચાલતા પગપાળા પણ પસાર થતા લોકોને મુશ્કેલી પડી રહી છે ત્યારે સત્વરે પાલિકા આ ખાડાઓ પૂરી આર.સી.સી. દ્વારા સરફેસ કરી રસ્તાને સુવ્યસ્થિત કરે તેવી માંગ ઉઠી છે.
રાજપીપળા : આરીફ જી કુરેશી