કોરોના મહામારીનાં પગલે અંકલેશ્વરની સેવાભાવી સંસ્થા દ્વારા અંકલેશ્વરનાં વિવિધ વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવા સાથે હેન્ડ બેનરથી માસ્કનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
આજરોજ અંકલેશ્વરની સંસ્થા જે સાંઈ મિશન હેપ્પીનેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંકલેશ્વરનાં સ્ટેશન અને સીટી વિસ્તારમાં માસ્ક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જેમાં ટ્રસ્ટનાં સભ્યો દ્વારા કોરોના મહામારીમાં માસ્કનું મહત્વ સમજાવતા વિવિધ સ્લોગન જેવા કે “હાલ માસ્ક જ વેકસીન બરાબર છે “માસ્ક પહેરો સુરક્ષિત રહો જેવા લખાણનાં હેન્ડ બેનર સાથે લોકોને માસ્કનું મહત્વ સમજાવી માસ્કનું વિતરણ કર્યું હતું. ટ્રસ્ટનાં સભ્યો દ્વારા અંકલેશ્વર પ્રતિન ચોકી સ્ટેશન વિસ્તાર, ત્રણ રસ્તા શાક માર્કેટ અને ચૌટા નાકાનાં વિસ્તારોમાં માસ્ક વગર ફરતા લોકોને માસ્ક આપી તેનું મહત્વ સમજાવ્યું તથા શાક માર્કેટમાં આવતા મજૂર વર્ગનાં લોકોને પણ મોટી સંખ્યામાં માસ્કનું વિતરણ કર્યું હતું.
અંકલેશ્વર : જે સાંઈ મિશન હેપ્પીનેશ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ વિસ્તારમાં માસ્કનું વિતરણ કરાયું.
Advertisement