બુધવારની વહેલી સવારે કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદભાઈ પટેલનું કોરોનાની સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું હતું એવા સમાચારો વાયુવેગે ફેલાતાં સમગ્ર ભરૂચ જિલ્લામાં ખાસ કરી પાલેજનાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે.
ભરૂચ જિલ્લાના પનોતા પુત્ર એવા રાજ્યસભા સાંસદ અહેમદભાઈ પટેલના અવસાનથી સમગ્ર ભરૂચ કરજણ તાલુકાનાં ગામોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. તેઓની ભરૂચ વડોદરા જિલ્લાની જનતા સાથે હંમેશાં ઘર જેવા સબંધ રહ્યો હતો. અંકલેશ્વર પીરામણ ખાતે તેમના આગમનની જાણ થતાં ગામડેથી આગેવાન નાગરીકો પોતાના ગામોનાં પ્રશ્નોની રજૂઆત કરવા આવતા હતા. તેઓ સાંસદની ગ્રાંટનો રકમની ફાળવણીમાં ધ્યાન રાખતા હતા એ જ પ્રમાણે પાલેજ રેલવે સ્ટેશનનાં રીનોવેશન કામગીરીમાં અહેમદભાઈ પટેલની રજૂઆતથી મંજૂરીની મહોર વાગી હતી. પાલેજ તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો બાબતે અહેમદભાઈ અંગત રસ દાખવતા હતા. પાલેજ રેલવે સ્ટેશનની કામગીરી શરૂ કરવા તેમજ અનેક ટ્રેનોનાં સ્ટોપેજ માટે અહેમદભાઈ દ્વારા અંગત પ્રયત્નો આદર્યા હતા. પાલેજ રેલવે સ્ટેશને ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનથી માડી સયાજી નગરી, ગુજરાત એક્સપ્રેસ ટ્રેનનાં સ્ટોપેજ માટે અહેમદ પટેલ સમકક્ષની રજૂઆત અને ધ્યાન દોરતા અહેમદભાઈ પટેલે રેલવે મંત્રાલય સાથે વિચાર વિમર્શ કરી પાલેજ રેલવે સ્ટેશને સ્ટોપેજ માટેનાં પ્રયાસોથી શક્ય બન્યા હતા. પાલેજ રેલવે સ્ટેશન મહત્વની એક્સપ્રેસ ટ્રેનોનાં સ્ટોપેજમાં પટેલનો મહત્વનો ફાળો રહ્યો હતો.
નબીપુર ગામના રેલવે સ્ટેશનના એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજમાં પટેલનો ફાળો રહ્યો હતો. અહેમદ પટેલ પાર્ટીના એક આધાર સ્તંભ પણ હતા. ગ્રામ્ય વિસ્તારનાં આગેવાનોથી માંડી યુવાનો સુધી તેઓની પકડ હતી. અહેમદ પટેલ અહીંના વિસ્તારમાં ખૂબ જ મહત્વ ધરાવતા હતા, તેઓની હાજરી માત્રથી સમસ્યાના સમાધાન થઈ જવા પામતા હતા. અહેમદભાઈ પટેલ સમગ્ર જીવન કોંગ્રેસ માટે જીવ્યા અને સૌથી ખરાબ સમયમાં પાર્ટીની સાથે ઉભા રહ્યા તેમની ગેરહાજરીનો અહેસાસ જરૂર થશે. કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદભાઇ પટેલ =નો ભરૂચ જિલ્લામાં સાથેનો નાતો રહ્યો છે. એમ જ પટેલ તેમની કારકિર્દીની શરૂઆત કટોકટીના દિવસોમાં થઈ હતી. ૨૮ વર્ષીય પટેલ ૧૯૭૭માં દક્ષિણ ગુજરાત ભરૂચ લોકસભા સીટ પર પક્ષને વિજય બનાવી હતી. ત્યારથી પાલેજ સાથે તેમનો નાતો થયો હતો પાલેજનાં પ્રશ્નો તેઓએ સાંભળ્યા છે અને તેની દિશામાં ઉકેલવા માટે પ્રયત્નો કર્યા હતા. પાલેજના જહાંગીર ખાન પઠાણ તેમજ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોની વાતો હંમેશા તેમના ધ્યાન પર લઈ પ્રશ્નો ઉકેલવા પ્રયત્નો આદર્યા હતા. પાલેજ પંથકના પાલેજ, ટંકારીયા, વલણ, ઇખર, સાંસરોદ, સરભાણ ગામોની જનતા સાથે હંમેશા અહેમદભાઈ પટેલનાં લાગણીનાં સંબંધો રહ્યા છે.
ગ્રામ્ય વિસ્તારનાં અનેક પ્રશ્નોનું અહેમદભાઈ પટેલનાં પ્રયત્નોથી સમાધાન થયુ હતું. રાજ્યસભામાં અહેમદભાઈ પટેલનાં વિજય સમયે મોડી રાત સુધી પરિણામની રાહ જોઈ યુવાનોનું જાગવું અને વિજય બાદ માર્ગો ઉપર ઉતરવું અહેમદભાઈ પટેલની દિવાનગી દર્શાવતું ચિત્ર હતું. ૪૦ વર્ષનાં રાજકીય જીવન બાદ પણ અહેમદ પટેલ એક ચક્રીય શાસન અહીંના લોકોના દિલો ઉપર અકબંધ રહેવા પામ્યું છે.