Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયાનાં રાણીપુરા ગામે તોફાની કપીરાજ પકડાયો.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાણીપુરા ગામે ત્રણ ચાર દિવસથી તોફાની વાનરે લોકોને હેરાન કરતા વનવિભાગને જાણ કરવામાં આવી હતી. આ તોફાની કપીરાજ જતા આવતા લોકો પર હુમલો કરતો હતો. વનવિભાગને આ બાબતે જાણ કરાતા રાજપારડી રાઉન્ડ ફોરેસ્ટર મહેશભાઇ વસાવા, બીડ ગાર્ડ શકુનાબેન વસાવા તથા ટીમના સભ્યોએ રાણીપુરા પહોંચીને ગામ અગ્રણીઓની મદદથી તોફાની વાનરને પાંજરે પુરવા કવાયત હાથ ધરતા તેમાં સફળતા મળતા આ કપીરાજ પાંજરે પુરાયો હતો. બાદમાં વનવિભાગ દ્વારા તેને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત સ્થળે છોડી દેવાયો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

દેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદની શરૂઆત થતાં પાકને ભારે નુકશાન થવાની ભીતિ.

ProudOfGujarat

ધોનીની લાડલી મેદાનમાં કપને લઇને ભેટી પડી: રીવાબાનો જોવા મળો અલગ અંદાજ

ProudOfGujarat

ભરૂચ : રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન આવી જતાં RPFના જવાને મહિલાને બચાવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!