જતીન પી વસાવા એ જણાયું હતું કે આથી હું નાંદોદ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ જતીન વસાવા ગરુડેશ્વર તાલુકા પંચાયતના લોકાર્પણ કાર્યક્રમના પ્રસંગમાં નાંદોદના વિસ્તારના ધારાસભ્ય પીડી વસાવા ને અવગણાના કરવા બદલ વિરોધ નોંધાવવો છું. ઉપરાંત હકીકત અનુસઘાન જણાવવાનું કે લોકાર્પણ નો કાર્યક્રમ માં સરકારે હોય તો કોંગ્રેસના ધારાસભ્યોની અવગણાના કેમ પ્રોટોકલ મુજબ સંવિધાન અનુસાર આમંત્રણ પત્રિકામાં સ્થાન આપવું જોઇએ પરંતુ હવે નેતાઓ સંવિધાનની અવગણાના કરતા હોય છે.
પણ એ જે તે સરકારી અધિકારીઓ સરકારશ્રીના હાથાબની ને કેમ આવું કરે છે..! લોકતંત્ર કોના ભરોસે..? સામાન્ય નાગરિક ન્યાય ક્યાં માગશે..? જે ભવનનું ઉદ્ઘાટન છે
એ પણ લોકહિત માં છે કે પછી જે તે સરકારમાં છે એ પક્ષનું કાર્યાલય..? માટે હું આ દેશ નો જાગૃત નાગરિક તરીકે અને મારી ફરજ સમજી ને આ બાબત ની અવગણાના કરું છું.મારી ફરજ સમજી મારો વિરોધ નોધાવુ છુ.શુ હવે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જેવું કૈજ નથી…? આમતો લોકતંત્ર ની હત્યા જ કહેવાય ને..!! આ સરમુખત્યાર કહેવાય. શુ આની તપાસ ગુજરાતરા સરકાર કરાવશે..? શુ થશે. ..
જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવાશે..? લોક ચર્ચાચાલી રહી છે.
આરીફ કુરેશી:-રાજપીપળા