Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાનાં જામોલી ગામે ખેતર ખેડવા બાબતે દિયરે ભાભીને માર મારતાં ફરિયાદ નોંધાઈ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જામોલી ગામે રહેતા મહિલા ખેડૂત જોશીલાબેન ઉદેશીંગભાઈ વસાવા ખેતી તથા મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોશીલાબેન રાજપોર ગામની સીમમાં આવેલ ખેતર છેલ્લા પાંચ વર્ષથી ખેડે છે. ગતરોજ જોશીલાબેનનો દિયર અશોક વેચાણભાઈ વસાવા તેમના ઘરે આવ્યો હતો અને તેમને ગમે તેમ ગાળો બોલવા લાગેલ જેથી તેમણે જણાવેલ કે તમે કેમ ગાળો બોલો છો ? તેમ કહેતા અશોકે જણાવેલ કે તમે રાજપોરની સીમમાં આવેલ ખેતર ખેડો છો તે ખેતર અમારુ છે જેથી હવે તમારે તે ખેતરમાં જવું નહીં. જોશીલાબેને અશોકને જણાવેલ કે તે ખેતર અમે છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ હવે તમને આ ખેતર કેમ યાદ આવ્યું ? એમ કહેતા અશોક એકદમ ઉશ્કેરાઇ જઇ નજીકમાં પડેલી લાકડી વડે તેની ભાભી જોશીલાબેન પર હુમલો કર્યો હતો અને માર માર્યો હતો. આ દરમિયાન જોશીલાબેનનો પુત્ર વિરલ આવી જતા વધુ મારમાંથી બચાવ્યા હતા. અશોક જતા જતા ધમકી આપતો હતો કે તું ઘરની બહાર નીકળીશ તો તને જાનથી મારી નાખીશ. જોશીલાબેને ઝઘડિયા પોલીસ મથકમાં અશોક વેચાણભાઇ વસાવા રહે.જામોલી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

કરજણમાંથી પ્રતિબંધિત તમાકુ, ગુટકાનાં 1,53,000 હજારનાં મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ.

ProudOfGujarat

ગુજરાતમાં રીક્ષાચાલકો માટે હવે યુનિફોર્મ ફ૨જિયાત.

ProudOfGujarat

વટારીયાની શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સેવા રૂરલ ના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!