ભરૂચ જીલ્લાની 108 ઇમરજન્સી સેવાનાં તમામ કર્મચારીઓ દિપાવલી પર્વમાં પણ લોકોની આરોગ્યની સેવા માટે હાજર રહે છે એમ 108 ઇમરજન્સી સેવાનાં અમલદારોએ જણાવ્યુ હતું. ભરૂચ જીલ્લામાં જયાં ખાનગી તબીબો દિપાવલી વેકેશન ઉજવવા દવાખાના બંધ કરી બહારગામ જઈ રહ્યા છે ત્યારે 108 ઇમરજન્સી સેવાનાં તમામ તબીબો અને કર્મચારીઓ દિપાવલી પર્વ નિમિત્તે પણ લોકોનાં આરોગ્યની ચિંતા કરી પોતાના પરિવારનો ઉમંગ અને દિપાવલી પર્વની ઉજવણી અંગેની ચિંતા કર્યા વગર 24 કલાક સેવા કરવા તૈયાર છે. આમ દિપાવલી પર્વનાં દિવસો દરમ્યાન જયારે પ્રદૂષણની માત્રા વધતી હોય છે ત્યારે લોકોનાં આરોગ્ય પર પ્રદૂષણની વિપરીત અસર પડે છે જેના કારણે ઘણા લોકોનાં સ્વસ્થ્ય પર વિપરીત અસર પડે છે. આવા સમયે 108 ઇમરજન્સી સેવા આર્શીવાદરૂપ સાબિત થાય છે. ભરૂચ જીલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં પણ 108 ઇમરજન્સી સેવા ફેલાયેલ હોય ગ્રામ્ય વિસ્તારનાં લોકો પણ આ સેવાનો લાભ લઈ શકે છે. ગત વર્ષે દિપાવલી પર્વનાં અવસરમાં 108 ઇમરજન્સી સેવાએ ભરૂચ જીલ્લામાં ઉમદા સેવા બજાવી હતી.
ભરૂચ : 108 ઇમરજન્સી સેવાનાં કર્મચારીઓ હંમેશા સેવા માટે તત્પર.
Advertisement