સંવત 2076 ની વિદાયની ઘડીઓ ગણાય રહી છે વર્ષનાં અંતિમ દિવસ એટલે દીપવલીનો પર્વ, અસત્ય પર સત્યનો વિજયનાં આ પર્વને ભરૂચ જીલ્લાનાં લોકો ખૂબ આનંદ અને ઉલ્લાસથી ઉજવી રહ્યા છે. મંદી, મોંધવારી અને કોરોનાનાં ભયને બાજુએ રાખીને ભરૂચ જીલ્લાનાં લોકો દિપાવલી પર્વની ઉજવણી અંગેની શુભેચ્છા એકબીજાને આપી રહ્યા છે જેના એક ભાગરૂપે ગતરોજ મોડી સાંજે અને રાત્રે આખા ભરૂચ નગરની જનતા ખરીદી કરવા નીકળી પડી હોય તેવું વાતાવરણ જણાય રહ્યું હતું. ઠેરઠેર ટ્રાફિકજામનાં દ્રશ્યો ભરૂચ નગરની સડકો પર સર્જાયા હતા જાણે કે મંદી અને મોંધવારીનું યુગ ન હોય તેમ લોકો તહેવારની આગવી ઉજવણી હર્ષ અને ઉમંગભેર કરી રહ્યા છે. આવતીકાલે તા. 15-11-2020 નાં રોજ એક આડો દિવસ છે પરંતુ તે પૂર્વે દિપાવલી પર્વનો અનેરો ઉત્સાહ લોકોમાં જણાય રહ્યો છે ખાસ કરીને ફટાકડા, કપડાં, પગરખાં અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીની ખરીદી લોકો કરતાં જણાયા હતા. છેક છેલ્લી ઘડિએ બજારમાં તેજી આવતા વેપારી આલમમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. એકબીજાનું મોઢું મીઠું કરાવવા તહેવારનાં પર્વ નિમિત્તે લોકોએ મીઠાઇની પણ ખરીદી કરી હતી. આમ ભરૂચ જીલ્લામાં દિપાવલી પર્વ સોળેકળાએ ખીલી ઊઠયો હતો.
દિપાવલી પર્વને ઉજવતા ભરૂચ જીલ્લાનાં રહેવાસીઓ…
Advertisement