Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં તાપમાનનાં પારામાં વધઘટ…

Share

ભરૂચ જીલ્લામાં ધીરે ધીરે શિયાળાની ઋતુએ જમાવટ કરી છે જેના પગલે જીલ્લામાં તાપમાન દિન પ્રતિદિન ઘટવા માંડયું છે ઘટતા જતાં તાપમાનને કારણે બપોરનાં સમયે પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન ખાતાનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર હજી દિન પ્રતિદિન તાપમાન વધુ ઘટતું જશે. હાલ ભરૂચ જીલ્લામાં હવામાનની પરિસ્થિતિ જોતાં તા. 12-11-2020 નાં રોજ મહત્તમ તાપમાન 34 ડિગ્રી હતું જયારે લધુત્તમ તાપમાન 17 ડિગ્રી હતું જયારે આજે તા. 13-11-2020 નાં રોજ મહત્તમ તાપમાન 35 અને લધુત્તમ તાપમાન 20 નોંધાયું હતું. જયારે હવામાન ખાતાની આગાહી મુજબ આવતી કાલે તા. 14 નાં રોજ મહત્તમ તાપમાન 35 અને લધુત્તમ તાપમાન 22 ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં આંગણવાડીમાંથી આપેલ પોષણયુક્ત આહારના પેકેટ એક્સપાયર હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : કોરોનાની ત્રીજી લહેર સામેની તૈયારી : લીંબડી આર.આર. હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ નું લોકાર્પણ સાથે વૃક્ષારોપણ અને હોસ્પિટલના નવા સાધનોનું પણ લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

સુરતમાં ગજેરા સ્કૂલના સંચાલકોની મનમાની : મંજૂરી વગર શરૂ કર્યા ધોરણ 6 થી 8ના વર્ગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!