દિપાવલી પર્વનાં દિવસો એક પછી એક પસાર થઈ રહ્યા છે ત્યારે અગિયારસ અને વાઘ બારસનાં પર્વ પૂર્ણ થઈ ગયા બાદ આજે ધનતેરસનાં પર્વ નિમિત્તે લોકોએ ધનની એટલે કે લક્ષ્મીની પૂજા કરી હતી. ભરૂચ વાસીઓએ એવી કામના કરી હતી કે લક્ષ્મીજી એટલે કે ધન સારી અને સાચી દિશામાંથી આવે જેનાથી ઘરમાં સુખ શાંતીનું વાતાવરણ રહે લક્ષ્મીજીની પૂજા સાથે ધન ધોવાનું મહિમા પ્રચલિત છે ત્યારે ધનમાં વૃદ્ધિ થાય સાથે સાથે સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય તે પણ એટલુ જરૂરી છે સમૃદ્ધિમાં વૃદ્ધિ થવી એટલે સુખ, શાંતી અને તંદુરસ્તીનો સમન્વય થયો એમ માનવમાં આવી રહ્યું છે. આજે ધનતેરસનાં દિવસે ભરૂચ જીલ્લામાં આવેલ વિવિધ સંસ્થાઓ અને કંપનીઓમાં પણ ખાસ પૂજાનાં કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કંપની અને સંસ્થાઓનાં કર્મચારીઓએ ભેગા થઇ ધનતેરસ અંગે પૂજા અર્ચના કરી હતી.
Advertisement