અંકલેશ્વર પંથકમાં તસ્કરો દિન પ્રતિદિન બેફામ બની રહ્યા છે. તાજેતરમાં કરોડો રૂપિયાની લૂંટનાં બનાવનાં પગલે માત્ર અંકલેશ્વર પોલીસ જ નહીં નજીકનાં જીલ્લાની પોલીસ અને અન્ય જીલ્લાની પોલીસ પણ સધન તપાસ કરી રહી છે. ત્યારે અંકલેશ્વર GIDC માં તસ્કરો બેફામ બનતા આ બાબત લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે અંકલેશ્વર GIDC માં આવેલ શ્યામ રેસિડેન્સીનાં 2 બંધ મકાનને તસ્કરોએ નિશાન પર લીધા હતા. મળતી માહિતી મુજબ તસ્કરોએ બંધ મકાનની રેકી કરી આ ઘરફોડ ચોરીનાં બનાવને અંજામ આપ્યો હતો. બુધવારે બપોરે 2 થી 6 નાં સમય દરમ્યાન તસ્કરોએ આશરે રૂ. 3 લાખ ઉપરાંતની મત્તાની ચોરી કરી હોવાનો બનાવ બન્યો હતો. તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા જયારે GIDC અંકલેશ્વર પોલીસે આ ઘટનાની તપાસનો આરંભ કરેલ છે. ઘરફોડ ચોરી તેમજ લૂંટ અંગે અંકલેશ્વર પંથક નિશાના પર હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાઈ રહ્યા નથી જે અતિ ગંભીત બાબત કહી શકાય.
અંકલેશ્વર GIDC માં આવેલ બે બંધ મકાનમાં ચોરી…
Advertisement