Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કિન્નરે પોતાના પ્રેમીની હત્યા કરી જાણો કેમ ?

Share

કિન્નર સાથે પ્રેમ રાખવાથી તેનો કરૂણ અંજામ આવ્યો હોય તેવો બનાવ ભરૂચ નજીક મકતમપુર વિસ્તારમાં બન્યો હતો. આ બનવામાં કિન્નર દ્વ્રારા તેના પ્રેમીને ચપ્પુનાં ઘા કરી મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટના બની હતી. આ ઘટનાની વિગત જોતાં ભરૂચ સી ડીવીઝન પોલીસ સૂત્રોનાં જણાવ્યા અનુસાર સુફિયાબેન ઇકબાલ યુસુફ શેખ મૂળ રહે. કાસીપૂરા સરાર જી. વડોદરા હાલ રહે. કરજણ પાનસોબાર તા. કરજણ જી. વડોદરાનાં જણાવ્યા અનુસાર સુફિયાબેનનાં નાનાભાઈ અબ્દુલ કાદિર હાજીભાઇ સિંધી ઉં. વર્ષ 30 ને મકતમપુર વિસ્તારમાં રહેતી નયના કિન્નર સાથે આશરે 10 વર્ષથી પ્રેમ સંબંધ હતો પરંતુ બંને વચ્ચે નાના મોટા ઝઘડા વારંવાર થતાં હતા અને મરણ જનાર અબ્દુલ ભાઈએ આશરે 4 દિવસ પહેલા સુફિયાબેનને ઘરે કરજણ ખાતે જઇ જણાવ્યુ હતું કે નયનનાં કિન્નરે જાનથી મારી નાંખવાની ધમકી આપેલ છે જેથી નયના કિન્નરે મરણ જનાર અબ્દુલ કાદિર હાજી ભાઈ સિંધીને ચપ્પુ વડે પેટની ડાબી બાજુએ બે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી મોત નિપજાવ્યું હતું. આ બનાવ તા.11-11-2020 નાં રાત્રિનાં સમયે આશરે પોણા 8 પહેલા કોઈપણ સમયે મકતમપુર નજીક બન્યો હતો. આ બનાવની તપાસ સી ડીવીઝન પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ગોધરા વાલ્મિકીવાસ ખાતે આવેલા અંબામાતાના મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી.

ProudOfGujarat

ભરૂચ ખાતે બેટી બચાવો અંતર્ગત રેલી યોજાઇ

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં નાંદોદ તાલુકાનાં પાટણા ગામની સીમમાંથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૦૩૫ કિં .રૂ.૧,૨૮,૪૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!