Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં પ્રથમવાર વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયક્લિંગનો પ્લાન્ટ સ્થપાયો…

Share

=> સમગ્ર શહેરી વિસ્તારમાં આવેલી શાળાઓ તેમજ મકાનો માટે નમૂનારૂપ દાખલો…

=> મહાવીર ઇન્ટરનેશનલ તેમજ રોટરી ક્લબના સહયોગથી શુભ શરૂઆત કરાઈ…

Advertisement

વર્તમાન સમયમાં જ્યારે પાણીની તંગી અને અછત વારંવાર સર્જાઈ રહી છે ત્યારે જળસંચય અર્થાત વોટર હાર્વેસ્ટિંગ દરેક લોકો કરે એ જરૂરી છે. આ દિશામાં પહેલું કદમ અંકલેશ્વર ઉંમરવાડા રોડ પર આવેલ અંકલેશ્વર પબ્લિક સ્કૂલ દ્વારા ઉઠાવવામાં આવ્યું છે. જેમાં વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાઇકલિંગનું પ્રોજેક્ટનું ઉદ્ઘાટન મંગળવારના રોજ કરાયું હતું.

સમાજસેવી સંસ્થા મહાવીર ઇન્ટરનેશનલ તેમજ રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર અને ઈનરવ્હીલ ક્લબના સહયોગથી અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે વોટર હાર્વેસ્ટિંગ અને વોટર રિસાયક્લિંગ પ્રોજેકટનું ઉદ્ઘાટન મંગળવારના રોજ યોજાયું હતું જેમાં રોટરી ક્લબના પ્રેસિડેન્ટ રાજેશ નાહટા, મહાવીર ઇન્ટરનેશનલના ચેરમેન કમલેશ દંડ, વોટર મિશન પ્રોજેક્ટના ચેરમેન હિતેન આનંદપરા, રોટરી ઈનરવ્હીલ ક્લબના પ્રમુખ મનીષા અરોરા, સેક્રેટરી સંધ્યા મિશ્રા ઉપરાંત અંકલેશ્વર પબ્લિક સ્કૂલના ટ્રસ્ટી નાઝુ ફડવાલા, ઝાહિદ ફડવાલા તથા અન્ય ટ્રસ્ટીગણ તેમજ શિક્ષકો અને રોટરી ક્લબ, મહાવીર ઇન્ટરનેશનલ અને ઈનરવ્હીલ ક્લબના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ રૂ. 90,000નો ખર્ચ સમાજસેવી સંસ્થાઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જળસંચય અંગે પણ માહિતી આપવામાં આવી હતી તેમ જ પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકાય એની પણ સમજ તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી. સાથે જ હાલમાં જેનું સૌથી વધુ ચલણ છે એવા આર.ઓ. વોટરનું પણ રિસાયક્લિંગ કરીને એને પીવાલાયક બનાવી શકાય છે એ સમજ સાથે એ કીટનું પણ લોકાર્પણ કરાયું હતું.

નોંધનીય છે કે અંકલેશ્વર શહેરી વિસ્તારમાં અંકલેશ્વર પબ્લિક સ્કૂલ પ્રથમ સ્કૂલ છે કે જેણે આ પ્રોજેક્ટ અપનાવ્યો છે અને વિકસાવ્યો છે. ત્યારે એમાંથી પ્રેરણા લઇ આગામી દિવસોમાં પણ અન્ય સ્કૂલો તેમજ ખાનગી રહીશો પણ આ પ્રોજેક્ટ અપનાવે તો સાચા અર્થમાં જળસંચયનું સપનું સાકાર બનશે અને પાણીની અછતનો સામનો નહીં કરવો પડે.


Share

Related posts

ભરૂચ : બોટાદ લઠ્ઠાકાંડની ઘટના બાદ મિથેનોલનું ઉત્પાદન અને ઉપયોગ કરતી કેમિકલ કંપનીઓમાં પોલીસે ચેકીંગ હાથ ધર્યું, તંત્રએ કડક નિયમો જાહેર કર્યા.

ProudOfGujarat

ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં બેફામપણે ડ્રાઇવિંગ કરતાં વૈભવી કાર ચાલકે અકસ્માત સર્જી કાર મૂકી ફરાર જાણો કેમ ?

ProudOfGujarat

મધ્યપ્રદેશમાં ટ્રક નદીમાં ખાબકતા ત્રણ બાળકો એક મહિલા સહિત પાંચના મોત, અનેક ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!