અંકલેશ્વર ખાતે આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં ખૂબ મોટી સોના-ચાંદીના દાગીનાની લૂંટ થઇ હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવ ભરૂચ જિલ્લામાં પાંચબત્તી ખાતે બનેલ જવેલર્સની દુકાનમાં થયેલ લૂંટનાં બનાવ સાથે સામ્યતા ધરાવે છે. જેમ કે બંને લૂંટમાં 4 લૂંટારુઓ હથિયાર સાથે ત્રાટક્યા હતા તે સાથે બાનમાં લેવાની રીતરસમ પણ એક સરખી જણાઈ રહી છે. પાંચબત્તી ખાતેની લૂંટમાં આરોપીઓ હિન્દી ભાષામાં વાત કરી રહ્યા હતા મળતી માહિતી મુજબ હાલ આરોપીઓ મરાઠી ભાષામાં વાત કરી રહ્યા હતા ફરક માત્ર એટલો જ છે કે અંકલેશ્વરની ખૂબ મોટી કહી શકાય એવી દિલધડક લૂંટ વહેલી સવાર થઈ હતી જયારે પાંચબત્તી ખાતે જવેલર્સની દુકાનમાંથી લૂંટ બપોરના સમયે થઈ હતી. પાંચબત્તી ખાતે લૂંટમાં આરોપીઓ દ્વિચક્રી વાહનમાં આવ્યા હતા જ્યારે અંકલેશ્વરની લૂંટમાં આરોપીઓ મોટરકારમાં આવ્યા હતા. બંને લૂંટમાં રેકી કરી હોવાનું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે. આ બનાવને 24 કલાક કરતા વધુ સમય વિત્યો હોવા છતાં પોલીસ દ્વારા કોઇ કડી મેળવાઈ હોય તેમ જાણવા મળ્યું નથી જયારે લૂંટનાં બનાવવા અંગે પોલીસ તંત્ર વિવિધ ટીમો બનાવી ચારે દિશામાં તપાસનો આરંભ કરેલ છે.
અંકલેશ્વર ખાતે આઈ.આઈ.એફ.એલ. ની ઓફિસમાં થયેલ લૂંટનાં બનાવ બાદ પોલીસ પાસે હજી કોઈ કડી નહીં.
Advertisement