વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત ભરૂચ જીલ્લા દ્વારા દેશનાં રાષ્ટ્રપતિને સંબોધીને ભરૂચ જીલ્લાનાં કલેકટર મારફત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર સરકાર આદેશથી મહારાષ્ટ્ર પોલીસ દ્વારા રાષ્ટ્રવાદી પત્રકાર અર્નબ ગોસ્વામીની કોઈ કુખ્યાત અપરાધીની જેમ તેમના ઘરે જઈ અમાનવીય વર્તન કરી, શારીરિક ઇજા પહોંચાડી ધરપકડ કરવામાં આવી છે. પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલનાં ચીફ એડિટરની ધરપકડનાં દ્રશ્યો સમગ્રદેશે ટેલિવિઝન પર લાઇવ જોયા છે. આ બાબત ભારત જેવી તંદુરસ્ત લોકશાહીનાં ધ્યેયને વરેલી દેશને શોભા આપનાર નથી. મહારાષ્ટ્ર સરકારનાં આવા કૃત્યને ઠેર-ઠેર વખોડવામાં આવી રહ્યો છે અને અર્નબ ગોસ્વામીએ ખૂબ જ બહોળો પત્રકારત્વનો જગતમાં અનુભવ મેળવેલ છે અને એક રાષ્ટ્રવાદી પત્રકાર તરીકે છાપ ધરાવે છે. મહારાષ્ટ્રનાં પાલઘર વિસ્તારમાં સંતોની થયેલી હત્યા બાબતે તેમણે ખૂબ બુલંદ અવાજે આ ઘટના અંગે રજૂઆત કરી. આ ઉપરાંત દેશનાં અન્ય મુદ્દા CAA, ત્રિપલ તલાક વગેરે તેમને ખૂબ સચોટ રજૂઆત કરી ત્યારે તેમને આવેદનપત્ર દ્વારા એવી વિનંતી કરવામાં આવી છે કે ભારત દેશનાં રાષ્ટ્રપતિ દ્વારા મહારાષ્ટ્ર સરકાર અર્નબ ગોસ્વામીને તત્કાલ મુકત કરાવે તેવી માંગણી કરવામાં આવી છે.
ભરૂચ : રાષ્ટ્રવાદી પત્રકાર અર્નબ ગોસ્વામી વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહી રદ કરવાની માંગ સાથેનું આવેદનપત્ર વિશ્વ હિન્દુ પરિષદે પાઠવ્યું.
Advertisement