દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નગરના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર ઉભુ કરવામાં આવ્યું છે. આ ફટાકડા બજારોમાં સ્વદેશી ફટાકડા ઓની માંગ વધુ રહે છે. જોકે દિલ્હી અને અન્ય નગરોમાં પ્રદૂષણ અને કોરોના મહામારીના પગલે ફટાકડા વેચાણ પર તેમજ ખરીદવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે. જેથી ભરૂચના ફટાકડાના વેપારીઓમાં પણ અવધવ ની લાગણી જોવા મળી રહી છે. જોકે આ લખાય છે ત્યાંર સુધી ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી. મંદી અને મોંઘવારી ની અસર ફટાકડા ના બજાર પર કેવી પડશે તેતો આવનાર સમય જ કહેશે. પરંતુ હાલ તો ભરૂચમાં ફટાકડા ના વેપારીઓમાં ઉત્સાહ અને ઉમંગ ની લાગણી જણાઈ રહી છે. ભરૂચ નગરની આજ-ુબાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી વેપારીઓ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવી ફટાકડા લઈ જઈ પોતાના ગામમાં વેચાણ કરતા હોય છે. આવા વેપારીઓ એટલે કે ગામ્ય વિસ્તારનાં વેપારીઓ ફટાકડા લઈ ગયા હોવાનું હોસ્ટેલ ગ્રાઉન્ડના જથ્થા બંધ વેપારીઓએ જણાવ્યું હતું. જોકે ગત વર્ષ કરતા આ વર્ષે ૧૦ થી ૧૫ ટકા જેટલો ભાવ વધારો ફટાકડા જણાઈ રહ્યો છે. જેની અસર પણ ફટાકડા બજાર પર પડે તેવી સંભાવના છે.
ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર દિવાળી પર્વ નિમિત્તે ફટાકડા બજાર ઉભું કરાયુ.
Advertisement