ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાતા ભરૂચનાં ફટાકડાનાં શોખીનોમાં ભારે નિરાશા ફેલાઈ ગઇ છે તો સાથે વેપારીઓને જંગી નુકશાન થવાની સંભાવના ઉભી થઇ છે.
દીપાવલીને આડે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ફટાકડા બજાર ઉભું થઇ ગયું છે, ફટાકડાનાં વેપારીઓએ ફટાકડાની જંગી ખરીદી પણ કરી લીધી છે. વેપારીઓએ આ વર્ષે ફટાકડાનાં વેપારમાં તેજીની અપેક્ષા રાખી હતી. પરંતુ આજે અચાનક કોરોના મહામારી અને વાયુ પ્રદુષણના કારણે જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબધ મૂકી દેતા ફટાકડાનાં શોખીન લોકોમાં ભારે નિરાશા ફેલાઈ ગઇ છે. તે સાથે શિવકાશી અને અન્ય વિસ્તારોમાંથી ખુબ મોટા જથ્થામા ફટાકડા ભરૂચ ખાતે આવી ગયા છે વેપારીઓએ પણ જાતજાતનાં ફટાકડા મંગાવ્યા હતા પરંતુ ફટાકડા પર પ્રતિબંધ મુકાતા ભરૂચનાં ફટાકડાનાં વેપારીઓને જંગી નુકશાન થયું છે.