નર્મદા ઝોન સમિતિ કે જેમાં વડોદરા ભરૂચ અને નર્મદા જિલ્લાના સરપંચોનો સમાવેશ થાય છે તે નર્મદા ઝોન સમિતિ દ્વારા સાંસદ મનસુખ વસાવા તેમજ અન્ય સાંસદો અને પદાધિકારીઓને રજુઆત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં નોકરી કરતા ૨૪ સ્થાનિક કર્મચારીઓ તા.18/10/2019 ના રોજથી તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ બજાવી રહ્યા હતા અને લોકડાઉનને કારણે 18/3/2020 ના રોજ કોરોના મહામારીના કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટીના તમામ વિભાગો બંધ કરી દેવામાં આવ્યા હતા. તા 30/10/20 ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું અને જે ત્યાંના સ્થાનિક આદિવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે સેવા આપી રહ્યા છે તેવા ગાઈડોના ગાઇડની કામગીરીથી પ્રભાવિત થયા હતા અને તેમના પ્રવચનમા જાહેરમાં મીડિયાનાં માધ્યમથી સમગ્ર વિશ્વમાં તેમના કામની પ્રશંસા કરી હતી અને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ત્યારે પી.એમ મોદીની પ્રશંસા પામનાર સ્થાનિક આદિવાસી ગાઇડને જ કોઈ પણ કારણ નોટિસ વગર દિવાળીના તહેવાર ટાણે જ 24ક ર્મચારીઓને છૂટા કરી દેવાયા છે. ત્યારે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ એક વિચિત્ર બાબત કહી શકાય કે કોઈપણ કારણ વગર કોઈ પરિપત્ર કે કોઈપણ સૂચના આપેલ નથી. છુટા કરાયેલ કર્મચારીઓ એવા લોકો છે કે જેમણે પોતાની જમીન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને દેશના હિત અને વિકાસ માટે પોતાની જમીન આપી છે. તો તેવા લોકોને આવા સમયે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાંથી છૂટા કરવામાં આવે એ ખૂબ જ દુઃખની બાબત કહેવાય એક તરફ દેશના વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી સ્થાનિક આદિવાસીઓને રોજગારી માટે પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે જેમણે પોતાના દેશના સર્વાંગી વિકાસ માટે પોતાની જમીનો આપી છે તો તેવા લોકોને ત્યાં સ્થાનિક તરીકે રોજગારી પૂરી પાડવી એ ખૂબ જ જરૂરી છે.
આ કર્મચારીઓને પગાર પણ ખુબ જ ઓછો આપવામાં આવે છે. આ 24 લોકોને વહેલી તકે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કમાં ફરજ પર પરત લેવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે તેમજ એમને કયા કારણોસર છૂટા કરવામાં આવ્યા છે એની જાણ નર્મદા ઝોન સમિતિને કરવા રજુઆતમાં જણાવ્યું છે. નર્મદા ઝોન સમિતિ દ્વારા ચીમકી પણ આપવામાં આવી છે કે બહારના જિલ્લાના લોકોને કોના આધારે જોબ પર લેવામાં આવ્યા છે એનો પણ ખુલાસો કરવો અને આ લોકોને ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કમાં તાત્કાલિક ધોરણે ફરજ પર પરત લેવામાં આવે એવી નર્મદા ઝોન સમિતિએ માંગ કરેલ છે અને આવનારા દિવસોમાં જ્યાં નવા પ્રોજેક્ટનું લોકાર્પણ થયું છે ત્યાં ઈન્ટરવ્યુ લઈ સ્થાનિકની ભરતી કરવા જિલ્લાના તમામ સરપંચો તરફથી રજુઆત કરાઈ છે.
રાજપીપળા આરીફ જી કુરેશી