ભરૂચમાં વિવિધ શાળાઓ દ્વારા વધારે ફી લેવામાં આવે છે તે અંગે વાલી જગતમાં ઉગ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. આ અંગેની રજૂઆત કરતા અજીતસિંહ સોલંકીની આગેવાની હેઠળ કેટલાક વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ગયા હતા.
વાલીઓના જણાવ્યા મુજબ શાળાના સંચાલક મંડળોએ ટ્યુશન ફી નાં નાણાંમાં પણ કપાત કરવાની રહે છે અને તે દ્વારા ફીમાં રાહત આપવાની હોય છે પરંતુ હાલ શાળા સંચાલક દ્વારા ટ્યુશન ફી તેમજ ઇતર પ્રવૃત્તિ અને અન્ય ફીનો સમાવેશ કરી ટોટલ ફી માંથી કેટલીક રકમ બાદ કરવામાં આવે છે જે યોગ્ય નથી. વાસ્તવમાં ટ્યુશન ફી માંથી કપાત કરી ફી વસૂલવાની છે બાકીની ફી શાળાઓ દ્વારા લેવાની નથી પરંતુ શાળાઓ આ બાબતે સાથ સહકાર આપતી નથી. કોરોના મહામારીને પગલે આર્થિક સ્થિતિ કથળી ગઇ છે ત્યારે ગરીબ વાલીઓ પોતાના સંતાનોને ભણાવી શકે તે માટે સરકારે ફીમાં રાહત આપવાની જોગવાઈ કરી છે પરંતુ શાળા સંચાલક ખોટુ અર્થઘટન કરી રહ્યા છે.
ભરૂચનાં વાલીઓ દ્વારા શાળાની ફી અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત…
Advertisement