Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજ જીઆઇડીસીમાં આવેલ હિમાની કંપનીમાં આગ લાગતા એક કામદારનું મોત.

Share

દહેજ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ હીમાની કંપનીમાં આજે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. આ બનાવમાં સખત રીતે દાઝી ગયેલ રામકુમાર ચૌધરી ઉં.40 નું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની વિગત જોતાં આજે વહેલી સવારે હીમાની કંપનીનાં ઈટીપી પ્લાન્ટ એરીયામાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી,

આ આગના બનાવમાં એક કામદાર રામકુમાર કિશોરકુમાર ચૌધરી સખત રીતે દાઝી જતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મળતી વિગત અનુસાર પોલ્યુશન ટ્રીટમેન્ટનાં ઇટીપી એરિયામાં આ આગ લાગી હતી જેમાં સોલવન્ટનો પણ સમાવેશ થતો હોય આ આગમાં સોલવન્ટ ઝડપથી સળગી જતા નજીકમાં કામ કરતા રામકુમાર ચૌધરી સખત દાઝી ગયા હતા જેથી તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે દહેજ પોલીસ તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

નેત્રંગના ભાંગોરી ગામની આદિવાસી યુવતીએ રાજસ્થાનના રણુજામાં જળસમાધી લીધી.

ProudOfGujarat

રાષ્ટ્રીય ઈએમટી દિવસ નિમિત્તે પંચમહાલની ‘108 ઈમરજન્સી સેવા’ નાં ઈએમટી કર્મચારીઓનું સન્માન કરાયુ.

ProudOfGujarat

છોટાઉદેપુર : રંગપુર પોલીસે રૂ.12.68 લાખનો દારૂનો જથ્થો જપ્ત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!