Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જિલ્લાનાં ડેડીયાપાડા ખરીદ – વેચાણ સંઘની રસાકસી ભરેલ ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલનો ભવ્ય વિજય.

Share

નર્મદા જિલ્લાના મહત્વના એવા ડેડીયાપાડાની ખરીદ-વેચાણ સંઘની અત્યંત રસાકસી ભરેલ ચૂંટણી યોજાતા કોંગ્રેસ પ્રેરિત પેનલનો વિજય થતાં કોંગ્રેસમાં રાજકીય આનંદ ફેલાઈ ગયો હતો.

ડેડીયાપાડા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણી નર્મદા જિલ્લા માટે રાજકીય ક્ષેત્રે ખુબ મહત્વની છે ત્યારે તા.૦૪/૧૧/૨૦ ના રોજ ખરીદ – વેચાણ સંઘની ચૂંટણી ૧૨ ઝોન બેઠકની ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં તા.૦૫/૧૧/૨૦ ના રોજ મામલતદાર કચેરી ખાતે ચૂંટણીની મત ગણતરી અત્યંત ઉત્તેજના ભરેલ વાતાવરણમાં યોજાઈ હતી, પરિણામ જાહેર થતાં કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી 6 સભ્યો (૧) ઉમરાણ ઝોનમાં ફતેસિંગ સુરસિંહ (૨) નાની બેઠવાણ ઝોનમાં ઉક્કડ ગોમા (૩) કુંડીઆંબા ઝોનમાંથી વત્સલાબેન (૪) મોટા સુકાઆંબા જાતરભાઈ ખાનચીયા તથા (૫) ડેડિયાપાડા ઝોનમાંથી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (૬) વ્યક્તિગત સભ્ય બહાદુર ભાઈ વસાવા બિનહરીફ ચૂંટાયા હતા અને બાકી ૨ ઝોન માટે મતદાન થયું જેમાં સેજપુર ઝોનમાં મતદાન થયું જેમાં ૩ વોટ હતા જેમાં ભાજપનાં માજી જિલ્લા પ્રમુખ શંકરભાઈ નરોત્તમ ઉમેદવાર હતા અને કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવાર ગોવિંદભાઈ વસાવા હતા જેમાં ખરાખરીનો જંગ થતા ગોવિંદભાઈએ શંકરભાઈને કારમી હાર આપી હતી તેમજ મંડારા ઝોનમાં ટાઈ થઈ હતી. પરંતુ ભાજપ પ્રેરિત ઉમેદવાર ચંપક ભાઈને કિસ્મત સાથ ના આપતા ચિઠ્ઠી ઉછળતા કોંગ્રેસ પ્રેરિત રાયસિંગભાઈ વિજેતા થયા હતા. વિજેતા તમામ સભ્યોની જીતને કોંગ્રેસ પાર્ટી ડેડીયાપાડાના પ્રમુખ દેવજીભાઈ વસાવાએ આવકારી હતી અને જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કોંગ્રેસ મજબૂત બની રહી છે તેની આ સાબિતી છે તેમણે વિજેતાઓને ફૂલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી હતી.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

વડોદરા : કૃષ્ણનગર પાસે વિશ્વામિત્રી નદી પર આવેલ પુલ નવો બનાવવાની માંગ સાથે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

દહેજની યશસ્વી કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં લખી ગામમાં થયેલ નુકશાન મામલે ગામવાસીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ.

ProudOfGujarat

રાજપીપલા : એનસીસી કેડેટસના રાષ્ટ્રીયકક્ષાના સરદાર પટેલ નર્મદા ટ્રેકનો આજથી પ્રારંભ : વડોદરાના બ્રિગેડીયર અમિતે ઝંડી ફરકાવીને કરાવેલુ પ્રસ્થાન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!