Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ફાટાતળાવથી દત્ત મંદિર સુધીનાં બિસ્માર માર્ગની કામગીરી નહીં થાય તો વેપારીઓની આંદોલનાત્મક ચીમકી….

Share

ભરૂચ જીલ્લાની જૂની માર્કેટ વેપારી એસોશિએશન દ્વારા નગરપાલિકાનાં ચીફ ઓફિસરને રસ્તાઓનાં કામ અંગે લેખિત પત્ર પાઠવી રજૂઆત કરાઇ છે. આ લેખિત પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જીલ્લાની ફાટાતળાવથી લઈ દત્ત મંદિર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં હોઇ આ માર્ગનું નવીનીકરણ કરવા વેપારી એસોશિએશનનાં પ્રમુખ સહિતનાં લોકોની માંગણી છે આ માર્ગ રાહદારીઓ અને અહીં વસવાટ કરતાં વેપારીઓ માટે અત્યંત મહત્વનો માર્ગ હોય આ માર્ગ પરથી અવારનવાર પસાર થતાં વાહનચાલકોને પણ બિસ્માર માર્ગનાં કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ભરૂચનાં ફાટાતળાવથી દત્ત મંદિર સુધીનાં માર્ગનો ઓર્ડર ઘણા લાંબા સમયથી આપ્યો છે પણ હજી સુધી આ માર્ગની કામગીરી શરૂ ન થતાં અતિ ગંભીર પરિસ્થિતી બની છે. અહીંથી આવતા જતાં રાહદારીઓ વેપારીઓને અતિ તકલીફ સહન કરવી પડે છે. અહિંનાં વેપારીઓની તકલીફ હવે ચરમસીમા પર પહોંચી છે. વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાનાં અધિકારીઓ દ્વારા ફકત આશ્વાસન જ આપવામાં આવે છે. કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. વર્ષ- 2020 ની દિવાળી સુધીમાં જો આ રસ્તાનું કામ શરૂ કરવામાં નહીં આવે તો વેપારીઓ દ્વારા રસ્તો બ્લોક કરી આંદોલન કરવામાં આવશે અને વેપારીઓ દ્વારા જાતે જ રસ્તા પર ઉતરી કામ શરૂ કરવા માટે વેપારીઓ જાતે જ પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયત્ન હાથ ધરશે વેપારીઓનું જણાવવું છે કે

અનેક વખત રાજકીય નેતાઓને પણ આ બાબતે રજૂઆત કરી છે પરંતુ રાજકીય નેતાઓ દ્વારા આ માર્ગ બનાવવામાં અંગત રસ ન લેવામાં આવતા અમો ભરૂચનાં રાજકીય નેતાઓથી પણ નારાજ છીએ આથી આગામી સમયમાં જો આ માર્ગનું કામકાજ શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે ભરૂચમાં હાલ અનેક જગ્યાઓ પર બિસ્માર માર્ગો જોવા મળે છે. અહીં જૂની માર્કેટ ખાતેના ફાટાતળાવથી દત્ત મંદિરનાં બિસ્માર માર્ગની વેપારી એસોશિએશન દ્વારા રજૂઆત કરાઇ છે અને વેપારી એસોશિએશનનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે આગામી સમયમાં આ અક્રોશ આંદોલનમાં તબદીલ ના થાય તેની તકેદારી રાખી સત્તાધીશો દ્વારા આ બિસ્માર માર્ગનું કામકાજ વહેલી તકે શરૂ થાય તેમજ ફાટાતળાવથી દત્ત મંદિર સુધીનો માર્ગ તો રાહદારીઓ અને વેપારીઓ માટે અત્યંત મહત્વનો માર્ગ ગણાય છે. રસ્તાઓની તકેદારી તો ખરેખર ભરૂચ વિસ્તારનાં ધારાસભ્ય કે સાંસદ સભ્યયએ અંગત રસ લઈ ગ્રાન્ટની ફાળવણી કરી આ વિસ્તારનાં વિકાસનાં કાર્યોમાં સહભાગી થવું જોઈએ. ઉપરાંત નગરપાલિકાએ પણ નગરનાં હાર્દ સમા ગણાતા રસ્તાઓની કાળજી લેવી જોઈએ. ભાજપની મોદી સરકાર દ્વારા તો ગ્રામ સડક યોજના દ્વારા અનેક ગામડાઓને શહેરો સાથે જોડાવાની પરકરિયા પણ ચાલતી હતી તો આખરે સત્તા આરુદ્ધ થયેલા ભાજપનાં સત્તાધીશો સમક્ષ માત્ર નાના અમથા રોડ માટે વેપારીઓએ આંદોલન કરવા પડે ? તેવી સ્થિતિ હાલ ભરૂચમાં જોવા મળી છે. ઘણા લાંબા સમયથી આ માર્ગ બનાવવાની કામગીરી માત્ર કાગળ પર જ ચલતી હોય આથી આગામી સમયમાં જો આ માર્ગની કામગીરી નગરપાલિકા દ્વારા વહેલમાં વહેલી તકે હાથ ધરવામાં નહીં આવે તો અહીના વેપારીઓ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Advertisement

Share

Related posts

યુ.પી. : 15 હજાર માટે અઢી મહિના સુધી હોસ્પિટલમાં પડી રહ્યો કોરોના પોઝિટિવનો મૃતદેહ.

ProudOfGujarat

રક્ષાબંધન અને બકરી ઈદનાં પર્વને ગણતરીનો સમય બાકી તેમ છતાં ભરૂચ જીલ્લાનાં બજારો સૂમસામ.

ProudOfGujarat

કોરોના કાળમાં નર્મદાના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ ભોળા દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર જિલ્લા માંથી 8 બોગસ તબીબો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!