ભરૂચ જીલ્લાનાં હાંસોટ ગામનાં ધરમપુરમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઊપડતાં તેને સારવાર અર્થે પ્રસૂતિ માટે હોસ્પિટલે લઈ જવાની હોય આથી 108 ની ટીમને ફોન કરતાં તાત્કાલિક ધોરણે 108 હાંસોટની ટીમ આ મહિલાને હોસ્પિયલે પહોંચાડવા પહોંચી હતી પરંતુ વધુ પડતી પ્રસૂતિની પીડા થતાં ધરમપુર ગામનાં મહિલાને 108 ની ટીમે રસ્તામાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. આ તમામ કામગીરી અમદાવાદ 108 ની રાહબરી હેઠળ કરાઇ હતી.
ભરૂચ જીલ્લાનાં ધરમપુર ગામે રંજનબેન નામના એક મહિલાને રાત્રે 11:30 વાગ્યે લેબર પેઇન ઊપડતાં 108 ની ટીમને તાત્કાલિક ધોરણે જાણ કરવામાં આવી હતી. આ મહિલાને સુયોગ્ય રીતે સફળ કામગીરી થાય તે હેતુથી હાંસોટ 108 ની ટીમ દ્વારા તરત જ ધરમપુર પહોંચી તેને 108 માં સ્વસ્થ રીતે હોસ્પિટલે ખસેડવાની કામગીરી કરાઇ હતી પરંતુ આ પ્રસૂતા મહિલાને વધુ પડતો લેબર પેઇન થતાં 108 ની ટીમ દ્વારા અમદાવાદનાં ડોકટરની સલાહ અનુસાર રસ્તામાં રંજનબેનને સફળ પ્રસૂતિ કરાવી હતી. રંજનબેને 108 માં પુત્રને જન્મ આપ્યો હતો હાલ માતા પુત્ર બંનેને વધુ સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંજોદ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ કામગીરી 108 ની ટીમનાં પાયલોટ શર્મિલાબેન તથા તસલીમભાઈ દ્વારા માતા બાળક બંનેનો જીવ બચાવી ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી. રંજનબેનનાં ઘરે પુત્રનો જન્મ થતાં પરિવારજનોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.