આજે વડોદરા જિલ્લાના કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમા રસાકસી ચરમસીમાએ જામી છે તેવામાં આ ચૂંટણીમા મતદારોને પ્રલોભન આપી પોતાની તરફ કરવા માટે છેલ્લી ઘડી સુધી ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે જે અંગે એક વિડિઓ વાયરલ થયો છે. આજે તા. 3/11/2020 ના રોજ ચૂંટણીમાં મતદાન શરૂ થતાં છડેચોક મતોની ખરીદી કરવા માટે રૂપિયાની રેલમછેલ કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા રાજકીય ચહલપહલ વધી ગઇ છે. તેમજ આ બાબતનો વિડીયો વાયરલ થતા જ રાજકીય ભૂકંપ સર્જાયો છે. કરજણ તાલુકાના એક ગામમાં ભાજપના ઉમેદવાર માટે મત આપવાનું કહી કેટલાક કાર્યકરો એક નંબર ઉપર બટન દબાવવા માટે મતદારોને રોકડા રૂપિયા આપી રહ્યા હોવાનો એક વીડિયો વાયરલ થતાં ભારે હોહાપોહ મચી જવા પામ્યો છે. વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અને કોંગ્રેસના આગેવાન
સહિતના આગેવાનોએ આ વિડીયોની તાત્કાલિક તપાસ કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ માંગણી કરી છે. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, ભાજપ દ્વારા રૂપિયાની ઉપરાંત કેટલાક ગામોમાં અનાજની કીટોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. જેથી ચૂંટણીપંચે આ બાબતે તટસ્થતાપૂર્વક તપાસ કરવી જોઈએ. કરજણ વિધાનસભા બેઠક પર રસાકસીનો જગ ખેલાઈ રહ્યો છે તયારે આ વિડિઓ વાયરલ થતાં રાજકીય ગરમાવો વધી ગયો છે.
કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની તરફેણમાં ખુલ્લેઆમ મત ખરીદવામાં આવ્યા…
Advertisement